જાણીતા અભિનેતા રસિક દવેનું નિધન થયું છે, તેમણે આજે રાત્રે 8 વાગ્યે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેઓ મહાભારતમાં તેમના પાત્ર "નંદ" માટે જાણીતા છે. તેમણે ઘણા ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે જાણીતી અભિનેત્રી કેતકી દવેના પતિ છે.
વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day 2022) દર વર્ષે 3 જૂને ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. આવો અમે તમને જણાવીએ કે સાયકલ ચલાવવાના સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
લદ્દાખના તુર્તુક સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોને લઇને જતી એક ટ્રક નદીમાં ખાબકી છે. જેમાં 7 ભારતીય જવાનો શહીદ થયા છે. અને 19 જવાનો ઘાયલ થયાના સમાચાર છે.
વાઇબ્રન્ટ સમિટને મોકૂફ કરવાના નિર્ણય બાદ અમદાવાદમાં યોજાનાર ફલાવર-શૉ અને પંતગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
ગુજરાત ATS દ્વારા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયુ છે. જેમાં અમદાવાદ અને મુંબઈથી આરોપી ઝડપાયા છે. આ કોલ સેન્ટરમાં VOIP એક્સચેન્જ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા.
ઉપરાંત 1થી5ની લાયકાત વાળા 2188 શિક્ષકો હાલ ધોરણ 6થી8માં કામ કરે છે. જોએમને 6થી8ના મહેકમમાં ગણવામાં ન આવે તો ધોરણ 6થી8માં 10 હજાર કરતા વધુ ખાલી જગ્યા થાય છે.
વિધાનસભા ગૃહમાં વિપક્ષે કોરોનાના મૃતકોને શોકાંજલિનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેના બદલે સરકારે સુધારા વિધેયક રજુ કરતા વિપક્ષ નારાજ થયો હતો. અને, વિપક્ષના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.