Breaking News : આ કંપનીને મળ્યો ₹28.21 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર, શું શેરમાં આવશે નવી તેજી?
વિદેશમાંથી મળેલા કરોડોના નવા ઓર્ડરથી આ કંપની ફરી ચર્ચામાં આવી છે. શું આ સોદો હવે શેરમાં નવી તેજી લાવશે? જાણો સમગ્ર વિગતો.

સૂર્યા રોશની લિમિટેડને ઉત્તર અમેરિકામાંથી મોટો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી મુજબ તેને આશરે US$ 2.96 મિલિયન (લગભગ ₹28.21 કરોડ)નો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર હેઠળ કંપની ASTM A500 Grade B/C મુજબના હોટ રોલ્ડ સ્ટીલ ટ્યુબ સપ્લાય કરશે અને તેનું કામ ઓક્ટોબર 2026 સુધી પૂર્ણ કરવામાં આવશે.

કંપનીએ જણાવ્યું છે કે આ ઓર્ડર ઉત્તર અમેરિકાના ગ્રાહક તરફથી મળ્યો છે, જોકે ગ્રાહકનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સાથે જ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડરમાં પ્રમોટર અથવા પ્રમોટર ગ્રુપનો કોઈ હિત નથી અને આ કોઈ સંબંધિત પક્ષ (Related Party) સાથેનો વ્યવહાર પણ નથી.

સૂર્યા રોશની લિમિટેડના શેર પર રોકાણકારોની નજર ફરી એકવાર ટકેલી છે. કંપનીને ઉત્તર અમેરિકામાંથી આશરે US$ 2.96 મિલિયન (લગભગ ₹28.21 કરોડ)નો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર હેઠળ કંપની ASTM A500 Grade B/C મુજબના હોટ રોલ્ડ સ્ટીલ ટ્યુબનો સપ્લાય કરશે. કંપનીએ જણાવ્યું છે કે આ ઓર્ડર ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

કંપનીના શેરની વાત કરીએ તો હાલમાં તેનો શેર ભાવ ₹257ની આસપાસ છે અને કંપનીનું માર્કેટ કેપ લગભગ ₹5,598 કરોડ છે. કંપનીનો P/E રેશિયો 19.6, ROCE 15.8%, ROE 11.2% અને ડેટ માત્ર ₹79.8 કરોડ છે, જે તેની નાણાકીય સ્થિતિને મજબૂત દર્શાવે છે. શેરનો 52 સપ્તાહનો હાઈ ₹351 અને લો ₹187 રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં મળેલા નવા ઓર્ડરથી કંપનીના બિઝનેસને વધુ મજબૂતી મળી શકે છે. જો કંપની સમયસર આ ઓર્ડર પૂર્ણ કરવામાં સફળ રહેશે, તો આવનારા સમયમાં તેની કામગીરી અને રોકાણકારોના વિશ્વાસ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે. જોકે, કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં કંપનીના નાણાકીય પરિણામો અને બજારની સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.

( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ
