‘વોન્ટેડ બુટલેગર’ સાથે પોલીસનું સેટિંગ? નરોડાના પોલીસકર્મી ‘જનક દેસાઈ’ સસ્પેન્ડ, CP ગેહલોતની ‘કડક કાર્યવાહી’ – જુઓ Video
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ પોલીસકર્મીની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. નરોડા પોલીસના જનક દેસાઈ અને વોન્ટેડ બુટલેગર વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે અમદાવાદ પોલીસની કામગીરીને લઈને પણ વિવાદ ઊભો થયો છે. નરોડા પોલીસકર્મી જનક દેસાઈ અને એક વોન્ટેડ બુટલેગર વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચ્યો છે.
આ કથિત ઓડિયોમાં પોલીસકર્મી બુટલેગર પાસેથી રૂપિયાની માંગણી કરતો અને બીજા પોલીસકર્મીઓના નામનો ઉલ્લેખ કરતો સંભળાય છે. આ મામલે ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.
વાયરલ થયેલા ઓડિયો ક્લિપના આધારે પોલીસકર્મી જનક દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બુટલેગર અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં પણ વોન્ટેડ હતો. આ ઘટનાએ પોલીસની છબી પર ફરી સવાલો ઊભા કર્યા છે. જો કે, આગામી સમયમાં આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

