AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં હચમચાવતી ઘટના! ત્રીજા માળેથી પટકાતા 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો, જુઓ Video

Breaking News : સુરતમાં હચમચાવતી ઘટના! ત્રીજા માળેથી પટકાતા 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો, જુઓ Video

| Updated on: Aug 26, 2026 | 12:37 PM
Share

ત્રીજા માળેથી પટકાયેલા કિશોરની ગરદનમાં લોખંડનો સળિયો આરપાર થઈ ગયો હતો. અકસ્માત બાદ કિશોરને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં 13 વર્ષના કિશોર સાથે અત્યંત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ત્રીજા માળેથી પટકાયેલા કિશોરના મોઢા અને ગરદનમાંથી લોખંડનો સળિયો આરપાર થઈ ગયો હતો. અકસ્માત બાદ કિશોરને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

બાળકના મોઢા અને ગરદનની આરપાર થયો લોખંડનો સળિયો

મળતી વિગતો અનુસાર, કિશોર મદરેસામાંથી છૂટ્યા બાદ મિત્રો સાથે મસ્જિદ તરફ ગયો હતો. આ દરમિયાન નિર્માણાધીન બિલ્ડિંગ પર કૂદકો મારવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, કેટલાક લોકોના જણાવ્યા મુજબ કિશોરનો પગ લપસી જતાં તે નીચે પટકાયો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

અકસ્મત બાદ ઘટનાસ્થળે ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા. કિશોરના મોઢા અને ગરદનમાંથી લોખંડનો સળિયો આરપાર દેખાઈ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને કિશોરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.

કિશોરની હાલત ગંભીર

હાલ કિશોરની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમ તેની સારવારમાં લાગી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Breaking News: સુરતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા સવાર, પોલીસ તપાસ શરૂ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">