AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીના ભાવમાં 20% નો ‘બમ્પર ઉછાળો’ ! આ તેજી વચ્ચે નવી ખરીદી કરવી, રોકાણ જાળવી રાખવું કે પ્રોફિટ બુક કરી લેવું?

ચાંદીના ભાવમાં અચાનક આવેલી જોરદાર તેજીએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર એક જ મહિનામાં મળેલા શાનદાર રિટર્ન બાદ હવે બજારમાં નવી હલચલ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું હાલના સમયે ચાંદીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે કે પછી થોડી રાહ જોવી વધુ સમજદારીભર્યું છે?

| Updated on: Aug 26, 2026 | 5:38 PM
Share
ઓગસ્ટ 2026 માં ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. કોમેક્સ પર શરૂઆતી કારોબાર દરમિયાન ચાંદી ઉછળીને $69.71 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ, જે 16 જૂન 2026 પછીનું તેનું સર્વોચ્ચ સ્તર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આવેલી આ મજબૂતીની અસરથી ભારતીય વાયદા બજાર (MCX) પર પણ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટની ચાંદી મંગળવારે (25 ઓગસ્ટ) ₹2,44,328 પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરતી જોવા મળી હતી.

1 / 7
આ મહિને અત્યાર સુધીમાં ચાંદી રોકાણકારોને આશરે 20% નું શાનદાર રિટર્ન આપી ચૂકી છે. આ મોટી તેજી પછી હવે દરેક રોકાણકારના મનમાં સવાલ છે કે, શું આ ભાવે નવી ખરીદી કરવી જોઈએ? હાલના પોર્ટફોલિયોને હોલ્ડ રાખવો જોઈએ કે પછી પ્રોફિટ બુક કરી લેવો જોઈએ?

2 / 7
બોનાન્ઝાના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, ચાંદીમાં આ તેજી માત્ર સટ્ટાખોરી નથી પરંતુ મજબૂત મેક્રો-ઇકોનોમિક કારણો પર ટકેલી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપની શક્યતાથી ડોલર નબળો પડ્યો છે. વ્યાજ ન આપતી સંપત્તિઓ (જેમ કે સોનું-ચાંદી) ને રાખવાની ઓપર્ચ્યુનિટી કોસ્ટ ઓછી થવાથી રોકાણકારો ચાંદી તરફ આકર્ષાઈ રહ્યા છે.

3 / 7
અમેરિકાના વધતા રાજકોષીય ખાધ અને ટ્રેઝરી લિક્વિડિટીની ચિંતાઓને કારણે સોનામાં તેજી જળવાઈ રહી છે. આનો સીધો ફાયદો ચાંદીને પણ મળી રહ્યો છે. સોનાથી અલગ ચાંદીનો મોટો હિસ્સો ઉદ્યોગોમાં વપરાય છે. સોલર પેનલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને હાઈ-ટેક સેક્ટર્સ તરફથી આવતી ભારે માંગ તેને મજબૂત ટેકો આપી રહી છે. ફિઝિકલ સિલ્વરની ઓછી ઉપલબ્ધતા અને ETF ખરીદીએ આ રેલીને વધુ ઝડપી બનાવી દીધી છે. આ જ કારણે ચાંદી સોનાની સરખામણીમાં વધુ ઝડપથી રિએક્ટ કરે છે.

4 / 7
વીટી માર્કેટ્સના ગ્લોબલ સ્ટ્રેટેજી ઓપરેશન્સ લીડ રોસ મેક્સવેલ અને બોનાન્ઝાના નિરપેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, ચાંદી સોનાની સરખામણીમાં વધુ અસ્થિર હોય છે. આથી, રોકાણકારોએ આ રસ્તા અપનાવવા જોઈએ. જો તમારી પાસે પહેલેથી ચાંદી કે સિલ્વર ETF છે, તો તેને હોલ્ડ રાખો. એક ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોના હિસાબે ચાંદીને જાળવી રાખવી સમજદારીભર્યું રહેશે. એક મહિનામાં 20% વધ્યા પછી એકસાથે પૈસા રોકવાનું ટાળો. દરેક ઉછાળા પછી તીવ્ર ઘટાડો આવી શકે છે. નવા રોકાણકારોએ 'બાય ઓન ડિપ્સ' એટલે કે ઘટાડા પર ખરીદી અથવા SIP હેઠળ તબક્કાવાર ખરીદીનો રસ્તો પસંદ કરવો જોઈએ.

5 / 7
હવે જ્યાં સુધી તમારો ઇન્વેસ્ટમેન્ટ ગોલ પૂરો ન થાય કે પોર્ટફોલિયોમાં ચાંદીનું એલોકેશન જરૂર કરતાં વધુ ન વધી જાય, ત્યાં સુધી ગભરાઈને વેચવાલી ન કરો. એનાલિસ્ટ્સના મતે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી $70 પ્રતિ ઔંસનું સ્તર પાર કરીને ટકે છે, તો આ તેજી વધુ આગળ વધશે. જો આ સ્તર તૂટશે તો નફો વસૂલવાનું (પ્રોફિટ બુકિંગ) જોવા મળી શકે છે.

6 / 7
Comex (ગ્લોબલ) બજારમાં રેઝિસ્ટન્સ $69 - $70 / ઔંસ પર છે અને સપોર્ટ $68 / ઔંસ પર બનેલો છે. આ સિવાય MCX (ભારત) બજારમાં રેઝિસ્ટન્સ ₹2,55,000 / કિગ્રા છે અને તેનો સપોર્ટ સ્તર ₹2,35,000 - ₹2,38,000 / કિગ્રા છે. એક્સપર્ટ્સનું એવું સૂચન છે કે, જાન્યુઆરીના રેકોર્ડ સ્તરો પછી ચાંદીમાં મોટો ઘટાડો આવ્યો હતો. તેથી વર્તમાન તેજી એક 'રિકવરી/કેચ-અપ રેલી' પણ હોઈ શકે છે. નવા રોકાણકારો ઉતાવળમાં દાવ લગાવવાને બદલે કિંમતો થોડી સ્થિર થવાની અથવા ઘટાડો આવવાની રાહ જુએ.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનાએ તોડ્યો 27 વર્ષ જૂનો રેકોર્ડ… આ તેજી પાછળ કમાણીની તક છુપાયેલી છે કે મોટું જોખમ ? જાણો બજારની ‘અસલી રમત’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">