AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ટીમ ઈન્ડિયાની જીતની રાહમાં નો-બોલનો કાંટો, કોચે જણાવ્યો આ સમસ્યાનો ઉકેલ

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય સ્પિનરોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ એક સમસ્યાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. અનુભવી અને નવા બંને સ્પિનરો વારંવાર નો-બોલ કરી રહ્યા છે. કોલંબો ટેસ્ટ દરમિયાન આ ભૂલનું પ્રમાણ એટલું વધ્યું કે કોચે પણ તેના કારણો અને સંભવિત ઉકેલ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

| Updated on: Aug 26, 2026 | 9:12 PM
Share
કોલંબો ટેસ્ટમાં ભારતીય સ્પિન આક્રમણે શ્રીલંકાના બેટ્સમેનો પર સતત દબાણ બનાવ્યું છે. જોકે, બોલિંગ દરમિયાન નો-બોલની ભૂલ ટીમ માટે ચિંતાનો વિષય બની છે. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા અને સારાંશ જૈનના નો-બોલે ચર્ચા જગાવી છે.

1 / 5
ટેસ્ટના ત્રીજા અને ચોથા દિવસે ભારતીય સ્પિનરોએ મોટી સંખ્યામાં ઓવર ફેંકી હતી. ચોથા દિવસ સુધીમાં જાડેજા અને સારાંશ જૈને મળીને 75 ઓવર ફેંકી હતી, જેમાં બંનેએ કુલ 10 નો-બોલ કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં જાડેજાએ ત્રણ અને સરાંશે બે નો-બોલ કર્યા હતા.

2 / 5
આ સમસ્યા અંગે ટીમના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે વિકેટ ન મળતી હોય ત્યારે બોલરો વધુ દબાણ બનાવવાના પ્રયાસમાં ક્યારેક નો-બોલ કરી બેસે છે. જોકે, ટીમ આ સમસ્યાના ઉકેલ માટે સતત કામ કરી રહી છે.

3 / 5
બહુતુલેએ જણાવ્યું કે જાડેજા અને સારાંશ સાથે તેમના ટેક-ઓફ પોઈન્ટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમના મતે, ટેસ્ટ ક્રિકેટમાં પણ વનડે અને T20ની જેમ ફ્રી-હિટનો નિયમ લાગુ કરવામાં આવે તો બોલરોની નો-બોલ કરવાની ભૂલમાં ઘટાડો થઈ શકે છે.

4 / 5
જાડેજાના આંકડા પણ આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. 2021થી ટેસ્ટ ક્રિકેટમાં તેણે 88 નો-બોલ કર્યા છે, જે આ સમયગાળામાં સ્પિનરોમાં સૌથી વધુ છે. કોલંબો ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ નો-બોલને કારણે તેની એક વિકેટ રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માગે છે. (PC:PTI/X)

5 / 5

ICC રેન્કિંગમાં રિષભ પંતનો ધમાકો, 6 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં પહોંચ્યો, ભારતનો નંબર 1 બેટ્સમેન

Follow Us
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય

નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા

જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા

આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!

વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ

નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!

જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

g clip-path="url(#clip0_868_265)">