AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય વૈજ્ઞાનિકોએ વિદેશમાં બનાવી ખાસ કૂલિંગ ફિલ્મ, કાળઝાળ ગરમીમાં પણ છતનું તાપમાન 22 ડિગ્રી ઘટાડશે

યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોએ પેસિવ ડેટાઇમ રેડિયેટિવ કૂલિંગ ટેકનિક પર આધારિત એવી અદ્યતન કૂલિંગ ફિલ્મ તૈયાર કરી છે, જે સૂર્યના 96% કિરણોને રિફ્લેક્ટ કરીને છતનું તાપમાન 22 ડિગ્રી સુધી ઘટાડી શકે છે. તેનાથી એસીનો વપરાશ અને વીજળી બિલ બંનેમાં મોટો ઘટાડો થશે.

| Updated on: Aug 26, 2026 | 5:52 PM
Share
જો ઘરની છત પર માત્ર એક ખાસ ફિલ્મ પાથરવાથી ધખધખતા ઉનાળામાં પણ છત 22 ડિગ્રી સુધી ઠંડી થઈ જાય તો? આ કોઈ કલ્પના નથી પરંતુ વિજ્ઞાનની નવી સિદ્ધિ છે. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના સંશોધકોએ એક એવું ખાસ કોટિંગ વિકસાવ્યું છે, જેને ફિલ્મની જેમ ધાબા કે છત પર લગાવી શકાય છે. આ ટેકનિકથી છતનું તાપમાન આસપાસના વાતાવરણ કરતાં 22 ડિગ્રી જેટલું ઘટી જાય છે, જેની સીધી અસર ઘરમાં ચાલતા એસી અને કૂલરના વીજળી વપરાશ પર જોવા મળશે.

1 / 6
આ કોટિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને કામ કરવા માટે કોઈ બાહ્ય વીજળી, બેટરી કે મશીનરીની જરૂર પડતી નથી. આ કોટિંગ પોતે જ એક સ્વનિર્ભર કૂલિંગ સિસ્ટમ તરીકે કામ કરીને ઈમારતોને કુદરતી રીતે ઠંડી રાખે છે.

2 / 6
વાસ્તવિક પરીક્ષણમાં ટેકનોલોજી સફળ: યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના એન્જિનિયરિંગ વિભાગના સંશોધકો દ્વારા આ શોધ કરવામાં આવી છે. અમેરિકાના હ્યુસ્ટન શહેરના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તેનું ફિલ્ડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં આ કોટિંગ લગાવેલી ઈમારતની છત આસપાસના તાપમાન કરતાં 22 ડિગ્રી સુધી વધુ ઠંડી નોંધાઈ હતી. નિષ્ણાતોના મતે, આ ઘટાડો એસીના વપરાશ અને મોંઘા વીજળી બિલમાં નોંધપાત્ર રાહત અપાવી શકે છે.

3 / 6
આ પ્રોજેક્ટ પર ઇલિનોઇસ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને પ્રિન્સિપલ એન્જિનિયર અમન મહેતાએ ગ્રેજ્યુએશન દરમિયાન કામ શરૂ કર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, આ કોટિંગ મુખ્યત્વે બે કામ કરે છે: પહેલું સૂર્યપ્રકાશને પાછો ફેંકી દે છે (રિફ્લેક્ટ કરે છે) અને બીજું છત દ્વારા શોષાયેલી ગરમીને મકાનની અંદર ઉતરવા દેતી નથી. આ બે પ્રક્રિયાથી જ તાપમાનમાં 22 ડિગ્રીનો મોટો તફાવત આવે છે.

4 / 6
કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી? આ કોટિંગ ઓપ્ટિક્સ અને થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતો પર કાર્ય કરે છે, જેને ટેકનિકલ ભાષામાં 'પેસિવ ડેટાઇમ રેડિયેટિવ કૂલિંગ' (PDRC) કહેવાય છે. આ ખાસ પોરસ પોલીમર ફિલ્મ પોતાની સપાટી પર પડતા સૂર્યપ્રકાશના 96 ટકા કિરણોને સીધા રિફ્લેક્ટ કરી દે છે. બાકી રહેલી સામાન્ય ગરમીને તે લોંગ-વેવલેન્થ ઇન્ફ્રારેડ રેડિયેશનના રૂપમાં વાતાવરણની બહાર અવકાશ તરફ મુક્ત કરી દે છે. અગાઉ આ ટેકનિકમાં ધૂળ, ગંદકી કે બેક્ટેરિયા જામવાથી ક્ષમતા ઘટી જતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે સંશોધકોએ સેલ્ફ-ક્લિનિંગ કમ્પોઝિટ તૈયાર કર્યું છે, જેના પર ધૂળ ચોંટતી નથી અને તે દરેક ઋતુમાં પૂરી ક્ષમતાથી કામ કરે છે.

5 / 6
આ કૂલિંગ કોટિંગના ફાયદા અને પડકારો: મુખ્ય ફાયદા: આ ટેકનિક દરેક પ્રકારની છત માટે ઉપયોગી છે, પરંતુ પતરાં કે ધાતુ (મેટલ) વાળી છત પર તેનું સૌથી શ્રેષ્ઠ પરિણામ જોવા મળે છે. તેનાથી એસીનો ઉપયોગ ઘટશે અને પર્યાવરણમાં ગરમીનું ઉત્સર્જન ઓછું થશે. પડકારો: હાલના તબક્કે આ ટેકનોલોજી સામાન્ય સફેદ કલર જેટલી સસ્તી નથી અને બદલાતી ઋતુમાં તેને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવી જરૂરી છે. જોકે, ભવિષ્યમાં મોટા પાયે ઉત્પાદન થતાં આ પડકારો દૂર થવાની અને ગરમી સામે લડવાની રીત બદલાઈ જવાની પૂરી શક્યતા છે.

6 / 6

145 કિમી રેન્જ સાથે લોન્ચ થયું TVS iQube MillionR સ્પેશિયલ એડિશન, લુક અને ફીચર્સ એકદમ પ્રીમિયમ

Follow Us
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ

ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં

અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું

આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?

g clip-path="url(#clip0_868_265)">