AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રૂડ ઓઇલ $95 પર પહોંચતાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ : SGCCIએ કેન્દ્રીય મંત્રી પાસે માંગી કસ્ટમ ડ્યુટીમાં રાહત

ક્રૂડ ઓઇલ $95 પર પહોંચતાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ : SGCCIએ કેન્દ્રીય મંત્રી પાસે માંગી કસ્ટમ ડ્યુટીમાં રાહત

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2026 | 8:53 PM
Share

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 95 ડૉલરે પહોંચતાં પોલિએસ્ટરના કાચા માલ PTA અને MEG ની અછત તથા ભાવવધારો થયો છે. તહેવારો પહેલાં ઉદ્યોગને બચાવવા SGCCIએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવા પત્ર લખ્યો છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અને તણાવના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 95 ડૉલરના સ્તરે પહોંચી ગયા છે. કાચા તેલમાં થયેલા આ તોતિંગ વધારાની સીધી અને ગંભીર અસર સુરતના મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

પોલિએસ્ટર યાર્ન બનાવવા માટે જરૂરી મુખ્ય કાચો માલ PTA અને MEG ના ભાવ સીધા ક્રૂડ સાથે જોડાયેલા હોવાથી તેની ભારે અછત અને ભાવવધારો સર્જાયો છે. જેના કારણે સ્થાનિક વણકરો (વીવર્સ) માટે ઉત્પાદન ખર્ચ વધતાં બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.

ટેક્સટાઇલ ઉદ્યોગને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (SGCCI) દ્વારા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરે PTA, MEG તેમજ DTY, POY અને FDY પર બેસિક કસ્ટમ ડ્યુટી (BCD) માં તાત્કાલિક છૂટ આપવાની માગ કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો તાત્કાલિક કસ્ટમ ડ્યુટીમાં રાહત નહીં મળે, તો આગામી તહેવારોની સિઝનમાં સુરત ટેક્સટાઇલ માર્કેટ પર અત્યંત ગંભીર અસર પડશે.

ઘર આંગડે જ પોતાની જ પવન ચકી હોય તો કેવું રહેશે… સોલર પેનલની જગ્યા લેશે VAWT ટેકનોલોજી, જાણો કેવી રીતે કરે છે કામ

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">