AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમેરિકી વિમાનોના આકાશમાં જ ચિથરા ઉડશે, ચીનની એન્ટ્રીએ ઈરાનને આપ્યો ‘બુસ્ટર ડોઝ’

એક બાજુ શાંતિની વાતો થઈ રહી છે અને બીજી બાજુ પડદા પાછળ હથિયારોની હેરફેરના સમાચાર સામે આવ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ, ચીન અને ઈરાન વચ્ચે હથિયારોની લેવડદેવડને લઈને કેટલીક મહત્વની વિગતો સામે આવી છે.

| Updated on: Apr 11, 2026 | 3:09 PM
Share
અમેરિકી ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ચીન (China) આગામી થોડા અઠવાડિયામાં ઈરાન (Iran) ને નવી એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. CNN ના એક્સક્લુઝિવ સમાચાર મુજબ, આ માહિતી તે લોકો દ્વારા આપવામાં આવી છે, જેઓ તાજેતરના ગુપ્તચર આકલન (Intelligence Assessment) સાથે જોડાયેલા છે. આ પગલું એવા સમયે સામે આવ્યું છે, જ્યારે ચીને હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા (US Iran War News) માટે સીઝફાયર (યુદ્ધવિરામ) કરાવવામાં ભૂમિકા ભજવવાની વાત કરી હતી.

1 / 5
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન આ સીઝફાયરનો ઉપયોગ પોતાની હથિયાર પ્રણાલી (Weapon System) ને ફરીથી મજબૂત કરવા માટે કરી શકે છે અને તેમાં વિદેશી સહયોગીઓ તેને મદદ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીન આ હથિયારોને ત્રીજા દેશો દ્વારા મોકલવાની તૈયારી કરી રહ્યું છે, જેથી તેમની અસલી ઓળખ છુપાવી શકાય.

2 / 5
જણાવવામાં આવ્યું છે કે, આ સિસ્ટમ્સ 'MANPADS' છે, જે ખભા પરથી છોડી શકાય તેવી 'એન્ટી-એર મિસાઇલ સિસ્ટમ' હોય છે. આ સિસ્ટમ ઓછી ઊંચાઈ પર ઉડતા અમેરિકી સૈન્ય વિમાનો માટે ખતરો બની શકે છે અને જો સીઝફાયર તૂટે છે તો તેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. જો કે, વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, ચીને કોઈ પણ પક્ષને હથિયારો આપ્યા નથી.

3 / 5
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આવતા મહિને ચીનની મુલાકાતે જવાના છે, જ્યાં તેઓ શી જિનપિંગ (Xi Jinping) ને મળશે. આ દરમિયાન વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હાલમાં જ ઈરાન સીઝફાયર વાટાઘાટો દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ હતી.

4 / 5
રિપોર્ટ અનુસાર, ચીન સીધા યુદ્ધમાં જોડાવાથી બચવા માંગે છે અને ઈરાન સાથેના પોતાના સંબંધો જાળવી રાખવા માંગે છે. 'ચીન' ઈરાનના તેલ પર ખૂબ નિર્ભર છે અને તે પોતાની જાતને એક મિત્ર તરીકે રજૂ કરવા માંગે છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે, ચીન આ સિસ્ટમ્સને સંરક્ષણાત્મક (Protective) ગણાવી શકે છે, જ્યારે રશિયાએ યુદ્ધ દરમિયાન ઈરાનને ગુપ્ત માહિતી આપીને સમર્થન આપ્યું છે. ઈરાનના ચીન અને રશિયા બંને સાથે લાંબા સમયથી સૈન્ય તેમજ આર્થિક સંબંધો છે. ઈરાને રશિયાને યુક્રેન યુદ્ધમાં ડ્રોન પૂરા પાડ્યા છે અને ચીનને પોતાના તેલનો મોટો હિસ્સો વેચે છે.

5 / 5

US Iran Talks Breaking News: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પાકિસ્તાન બન્યું ‘મધ્યસ્થ’, યુદ્ધ રોકાશે કે વધુ ઉગ્ર બનશે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">