AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ferrari ગાડી લેવી છે? ભારતમાં Ferrari સીધી ₹3 કરોડ સુધી સસ્તી થશે! જાણો કઈ રીતે અને ક્યારે?

સુપરકારના ક્રેઝી ફેન્સ માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર! ભારત સરકારના એક નિર્ણયથી ફરારી કારની કિંમતોમાં ₹3 કરોડ સુધીનો તોતિંગ ઘટાડો થવા જઈ રહ્યો છે. લક્ઝરી એસયુવી Purosangue થી લઈને તમામ પેટ્રોલ મોડલ્સના ભાવ ધડામ કરતાં નીચે આવશે.

| Updated on: May 23, 2026 | 7:05 PM
Share
જો તમે પણ સુપરકાર ખરીદવાના શોખીન છો અથવા તમારા ગેરેજમાં લાલચટક 'Ferrari' ઊભી રાખવાનું સપનું જુઓ છો, તો તમારા માટે એક ચોંકાવનારા અને ખુશીના સમાચાર છે. ભારતમાં ફરારી કારની કિંમતોમાં એટલો મોટો ઘટાડો થવા જઈ રહ્યો છે, જેટલી કિંમતમાં ભારતમાં લક્ઝરી ફ્લેટ કે અનેક પ્રીમિયમ કાર આવી જાય. અહેવાલો અનુસાર, ઇટાલિયન ઓટોમેકર Ferrari ભારતમાં પોતાની નવી કારોની કિંમતમાં આશરે 30% સુધીનો ધરખમ ઘટાડો કરવા જઈ રહી છે.

1 / 8
આ કિંમતોમાં ઘટાડો કોઈ નાનો-મોટો નથી, પરંતુ એટલો મોટો છે કે સામાન્ય માણસ આખી જિંદગીમાં આટલી કમાણીનો વિચાર પણ ન કરી શકે. ઓટોકાર ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ ઐતિહાસિક ફેરફારને કારણે ભારતીય ખરીદદારોને અમુક ચોક્કસ મોડલ્સ પર સીધી ₹3 કરોડ સુધીની મહાબચત થવા જઈ રહી છે. સુપરકાર માર્કેટના ઇતિહાસમાં આ પ્રકારનો પ્રાઇસ કટ ક્યારેય જોવા મળ્યો નથી.

2 / 8
આ આખી રમત પાછળ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થનારો 'મુક્ત વ્યાપાર કરાર' (FTA - Free Trade Agreement) જવાબદાર છે. હાલમાં ભારતમાં વિદેશથી સંપૂર્ણ રીતે બનીને આવતી (CBU) કારો પર 110% જેવી ભારે-ભરખમ ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) લાગે છે. પરંતુ આ ઐતિહાસિક સમજૂતી લાગુ થતાં જ આ આયાત વેરો કાયદાકીય રીતે ખૂબ જ ઓછો થઈ જશે, જેનો સીધો ફાયદો લક્ઝરી બ્રાન્ડ્સને મળશે.

3 / 8
આ કરાર અંતર્ગત ટેક્સ ઘટાડવાની પ્રક્રિયા તબક્કાવાર એટલે કે કિસ્તોમાં કરવામાં આવશે. પહેલા જ વર્ષે કારો પર લાગતો ટેક્સ 110% થી ઘટીને સીધો 30% થી 35% પર આવી જશે. ત્યારબાદ, આ ઘટાડો ચાલુ રહેશે અને પાંચમા વર્ષ સુધીમાં તો આ ડ્યુટી ઘટીને માત્ર 10% જ રહી જશે! આ ટેક્સ કટના કારણે જ કરોડો રૂપિયાની બચત શક્ય બની રહી છે.

4 / 8
આ કરાર બાદ ફરારીના લોકપ્રિય પેટ્રોલ મોડલ્સની સંભવિત એક્સ-શોરૂમ કિંમતો કંઈક આ રીતે બદલાઈ જશે: Ferrari Purosangue: હાલની કિંમત ₹10.50 કરોડથી ઘટીને આશરે ₹7.35 કરોડથી ₹7.59 કરોડ વચ્ચે થઈ જશે (સીધી ₹3 કરોડ સુધીની બચત), Ferrari 12Cilindri Spider: ₹9.15 કરોડની આ કાર હવે આશરે ₹6.38 કરોડમાં મળી શકે છે (₹2.75 કરોડની બચત), Ferrari 12Cilindri Coupe: ₹8.50 કરોડના બદલે હવે આશરે ₹5.89 કરોડમાં મળશે (₹2.60 કરોડની બચત).

5 / 8
સૌથી ચોંકાવનારી અને રસપ્રદ વાત એ છે કે, ભારત-ઈયુ એફટીએ કરાર આગામી સમયમાં સત્તાવાર રીતે લાગુ થવાની આશા છે. પરંતુ, ફરારી કારના બુકિંગથી લઈને ડિલિવરી સુધીમાં 6 મહિનાથી વધુનો સમય લાગે છે. આથી, ભારતમાં ફરારીના ડીલર્સે ભવિષ્યની ગણતરી કરીને અત્યારથી જ ગ્રાહકો પાસેથી 'ઘટેલી કિંમતો' (FTA રેટ્સ) પર નવા ઓર્ડર્સ લેવાનું શરૂ કરી દીધું છે!

6 / 8
આ સમજૂતી અંતર્ગત ભારતમાં ગાડીઓ લાવવા માટે એન્જિન અને કિંમતના હિસાબે એક ચોક્કસ કોટા (Quota) નક્કી કરવામાં આવ્યો છે. કરારના પહેલા વર્ષમાં કુલ 1,00,000 ગાડીઓની આયાત કરવાનો કોટા રાખવામાં આવ્યો છે, જે 10માં વર્ષ સુધીમાં વધારીને 1,60,000 યુનિટ સુધી પહોંચાડવામાં આવશે. આ મર્યાદિત કોટાના કારણે પણ અમીરોમાં ગાડીઓ અત્યારથી જ બુક કરાવવાની હોડ જામી છે.

7 / 8
આ આખી ડીલમાં બે મોટા ટ્વિસ્ટ છે. પહેલું એ કે, આ ટેક્સ કટ માત્ર શુદ્ધ પેટ્રોલ એન્જિન વાળી કારો પર જ મળશે, હાઇબ્રિડ કે ઇલેક્ટ્રિક (EV) કારો પર હજુ ટેક્સ સ્પષ્ટ નથી. બીજી અને સૌથી મહત્વની શરત એ છે કે, જો તમે આજે ગાડી બુક કરાવો છો પરંતુ તેની ડિલિવરી આ ભારત-ઈયુ કરાર કાયદેસર રીતે પાસ થાય તે પહેલાં થઈ જશે, તો તમારે જૂની (મોંઘી) કિંમત જ ચૂકવવી પડશે. આ ઓફરનો લાભ માત્ર કરાર લાગુ થયા પછી મળનારી ડિલિવરી પર જ વેલિડ ગણાશે.

8 / 8

2 લાખને પાર પહોંચશે ’10 ગ્રામ સોનું’! વૈશ્વિક યુદ્ધ વચ્ચે થઈ ગઈ સૌથી ‘મોટી ભવિષ્યવાણી’, શું હવે નવો ઈતિહાસ રચાશે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">