Ahmedabad Breaking News : CNG, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતા સતત વધારાના કારણે સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ? જુઓ Video
CNG, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતા વધારાના કારણે હવે અમદાવાદના વાલીઓ ઉપર આર્થિક ભારણ વધવાની શક્યતા છે. નવા શૈક્ષણિક વર્ષથી સ્કૂલ વાહન અને રિક્ષાના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે. આ નિર્ણય જૂન મહિનામાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં લેવાઈ શકે છે.
અમદાવાદમાં વાલીઓ ઉપર વધી શકે આર્થિક ભારણ. નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાહન અને રિક્ષાના ભાડામાં ભાવ વધારો થવાની શક્યતા છે. આ વધારો CNGના ભાવમાં થતા વધારાના કારણે લેવાઈ શકે છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન ભાવ વધારો કરવાની તરફેણમાં જોવાઈ રહી છે. જૂન મહિનાની આગામી બેઠકમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવશે.
ભાડો નિર્ણય અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશની બેઠકમાં લેવાશે
હાલ સ્કૂલવાનમાં એક KM સુધી 1200 રૂપિયા ભાડુ વસૂલાય છે. જે બાદ પ્રતિ KM 200 રૂપિયા વધુ ભાડુ લેવાય છે. તો સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડુ લેવાય છે. જે બાદ પ્રતિ KM 100 રૂપિયા ભાડુ વસૂલવામાં આવે છે. ત્યારે જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશની બેઠકમાં એ અંગે નિર્ણય લેવાશે કે ભાડામાં વધારો કરવો કે નહીં ? સ્કૂલ વર્ધી એસોસિએશને છેલ્લે વર્ષ 2024માં ભાડામાં વધારો કર્યો હતો. CNGના ભાવ વધતા હાલના ભાવે સ્કૂલ વર્ધી ચલાવવી મુશ્કેલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો, Rajkot Breaking News: કાર અને બોલેરો વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં બે પિતરાઇ ભાઇઓના કમકમાટીભર્યા મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત!
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
