Mumbai Breaking News : મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત! જુઓ Video
મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બાંદ્રા અને ખાર વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે તેથી મુંબઈના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.
મહારાષ્ટ્ર રાજ્ય સહિત છેલ્લા કેટલાક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જોકે, આજે મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં હળવો વરસાદ પડવાથી મુંબઈના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. તો બીજી બાજૂ મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભમાં તાપમાને હાહાકાર મચાવ્યો છે. નાગપૂરમાં હાલમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યુ છે. હવામાન વિભાગે 22થી 25 મે દરમિયાન મુંબઈમાં વરસાદની આગાહી કરી હતી. પ્રી-મોન્સૂન વરસાદના આગમનથી નાગરિકોને ગરમીથી રાહત મળી છે.
મુંબઈમાં વરસાદ
મુંબઈમાં શનિવાર 23મે ના સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારતીય હવામાન વિભાગે (IMD) શનિવારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટે હજુ જૂન સુધી રાહ જોવી પડશે. શુક્રવારે 22મે ના રોજ કાંજુરમાર્ગ, મુલુંડ અને વિક્રોળી જેવા પૂર્વ ઉપનગર વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. જ્યારે શહેરના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ હતું. ભારતીય હવામાન વિભાગે મુંબઈ સાથે રાયગઢ અને રત્નાગિરી માટે પણ હવામાનની ચેતવણી જાહેર કરી હતી.
મુંબઈનું તાપમાન
મુંબઈમાં હળવો વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હાલમાં મુંબઈના અમુક વિસ્તારના તાપમાનમાં ઘટ થઈ છે. મુંબઈનું આજનું તાપમાન આશરે 33 ડિગ્રી સેલ્સિયસ છે.
ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત?
ગુજરાત સહિત ભારતમાં ભીષણ ગરમી છે. ગુજરાતમાં આજે તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાથી રોજિંદા જીવન પર અસર પડી છે. ગરમી અને લૂના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર હોય છે. ગઈ કાલે 23મે ના દિવસે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં ઘટ થશે અને રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો, Dwarka Breaking News : ઈંધણની અછત વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત ! જુઓ Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
