Dwarka Breaking News : ઈંધણની અછત વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત ! જુઓ Video
ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર ડીઝલનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવેલો છે. આ જથ્થો સલાયાથી ખરીદે કરવામાં આવ્યો હતો. અંદાજે 1000 લીટર જેટલું ડીઝલ જપ્ત કરાયું છે અને સાથે એક શખ્સની ધરપકડ થઈ છે.
દેવભૂમિ દ્વારકામાં ડીઝલની અછત અને અફવાઓ વચ્ચે SOG પોલીસ ની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સલાયાથી ખરીદે કરવામાં આવ્યો હતો ડીઝલનો જથ્થો. માછીમારી બોટના ટોકનના આધારે ડીઝલના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વાહનમાંથી પ્લાસ્ટિક અને લોખંડના બેરલોમાં ભરાયેલ અંદાજે 1000 લીટર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે. તો ડીઝલ અંગે બિલ કે કોઈ આધાર પુરાવા ન હોવાથી આ જથ્થો જપ્ત કરાવામાં આવ્યો છે. સાથે જ એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઈંધણની અછતને કારણે લોકો મુશ્કેલીમાં
ઈંધણની તંગીને લઈને સામાન્ય જનતા અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યના અનેક પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગે પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે સવારથી જ ઘણા પેટ્રોલ પંપો પર વાહનચાલકો અને ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળે છે. જેના કારણે લોકોમાં ભારે અસંતોષ હોય છે.
આ પણ વાંચો, Ahmedabad Breaking News : CNG, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતા સતત વધારાના કારણે સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ? જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
