AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Play-Off Schedule: આખું ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો કઈ ટીમ વચ્ચે ક્યારે થશે ટક્કર?

IPL 2026 લીગ સ્ટેજ પૂર્ણ થતાં પ્લે-ઓફની ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે: RCB, GT, SRH, અને RR. રાજસ્થાને MI ને હરાવી ચોથું સ્થાન મેળવ્યું.

IPL 2026 Play-Off Schedule: આખું ચિત્ર થઈ ગયું સ્પષ્ટ, જાણો કઈ ટીમ વચ્ચે ક્યારે થશે ટક્કર?
| Updated on: May 24, 2026 | 10:00 PM
Share

IPL 2026ના લીગ સ્ટેજનો અંત આવતાં હવે પ્લે-ઓફની ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. રવિવારે રમાયેલી મહત્વપૂર્ણ મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવીને પ્લે-ઓફમાં સ્થાન મેળવ્યું. આ જીત સાથે રાજસ્થાન ચોથી ટીમ બની, જ્યારે પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટૂર્નામેન્ટમાંથી વિદાય થઈ ગઈ.

વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 205 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 175 રન સુધી જ પહોંચી શકી. રાજસ્થાને સિઝનની આઠમી જીત મેળવીને અંતિમ ચારમાં સ્થાન પાકું કર્યું.

લીગ સ્ટેજ પૂર્ણ થયા બાદ પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 18 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યું. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 18-18 પોઈન્ટ મેળવ્યા, પરંતુ નેટ રન રેટના આધારે ગુજરાત બીજા અને હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું. રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહ્યું.

હવે પ્લે-ઓફની મેચો માટેની ટક્કર પણ સ્પષ્ટ થઈ ગઈ છે. ક્વોલિફાયર-1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ આમને-સામને આવશે, જ્યારે એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે.

IPL 2026 પ્લે-ઓફ શેડ્યૂલ

  • ક્વોલિફાયર 1: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત ટાઇટન્સ તારીખ: 26 મે સ્થળ: ધર્મશાલા
  • એલિમિનેટર: સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ તારીખ: 27 મે સ્થળ: ન્યૂ ચંદીગઢ
  • ક્વોલિફાયર 2: એલિમિનેટરનો વિજેતા vs ક્વોલિફાયર 1નો હારનાર તારીખ: 29 મે સ્થળ: ન્યૂ ચંદીગઢ
  • ફાઇનલ: ક્વોલિફાયર 1નો વિજેતા vs ક્વોલિફાયર 2નો વિજેતા તારીખ: 31 મે સ્થળ: Ahmedabad

માત્ર 15 બોલમાં નક્કી થઈ ગઈ મુંબઈની હાર, રાજસ્થાને પ્લેઓફમાં બનાવી જગ્યા

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
g clip-path="url(#clip0_868_265)">