AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં પહેલીવાર બન્યું આવું..

Vaibhav Sooryavanshi: ભારતીય ક્રિકેટમાં એક નવો સ્ટાર ઝડપથી ઉભરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સના યુવા વિસ્ફોટક બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં પોતાની ધમાકેદાર બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આખી સિઝનમાં તેણે એક પછી એક શાનદાર ઇનિંગ્સ રમી અને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

| Updated on: May 24, 2026 | 5:52 PM
Share
મુંબઈ ઇન્ડિયન્સ સામેની છેલ્લી લીગ મેચમાં વૈભવ મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો નહોતો. તેણે માત્ર 6 બોલમાં 4 રન બનાવ્યા હતા. જોકે, આ ટૂંકી ઇનિંગ્સ દરમિયાન પણ તેણે એક એવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો, જે અત્યાર સુધી કોઈ યુવા ખેલાડી કરી શક્યો નહોતો.

1 / 5
વૈભવ સૂર્યવંશી હવે T20 ટુર્નામેન્ટ અથવા શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર યુવા ખેલાડી બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ દેવદત્ત પડિકલના નામે હતો. પડિકલે 2019-20ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્ણાટક માટે 12 મેચમાં 580 રન બનાવ્યા હતા. વૈભવે મુંબઈ સામેની મેચમાં માત્ર બે રનની જરૂર હતી અને તેણે આ સિદ્ધિ સરળતાથી હાંસલ કરી લીધી.

2 / 5
IPL 2026માં વૈભવ સૂર્યવંશીએ 14 મેચમાં કુલ 583 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ અડધી સદી અને એક શાનદાર સદી પણ ફટકારી છે. સૌથી ખાસ વાત એ છે કે તેણે 232.27ના તોફાની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે, જે આ સિઝનના ટોપ-10 બેટ્સમેનોમાં સૌથી વધુ છે. સાથે જ તે રાજસ્થાન રોયલ્સ માટે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહ્યો છે.

3 / 5
વૈભવની બેટિંગની બીજી મોટી ખાસિયત તેની બાઉન્ડ્રી હિટિંગ રહી છે. તેણે આ સિઝનમાં 50 ચોગ્ગા અને 53 છગ્ગા ફટકાર્યા છે. એટલે કે, તેના 583 રનમાંથી 518 રન માત્ર ચોગ્ગા અને છગ્ગાથી આવ્યા છે. IPLના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડીએ એક જ સિઝનમાં બાઉન્ડ્રીથી આટલા રન બનાવ્યા નથી.

4 / 5
આ સાથે વૈભવ સૂર્યવંશી એક જ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે ભારતીય ખેલાડીઓમાં તે ટોચ પર છે. તેની આ શાનદાર સિઝન બાદ હવે ક્રિકેટ જગતમાં તેને ભારતના આગામી મોટા સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે.

5 / 5

Breaking News : IPL 2026 બાદ LSGમાં મોટા ફેરફારોના સંકેત, શું ઋષભ પંત છોડશે ટીમ?

Follow Us
ગિરનારની યાત્રા ફરી શરુ કરાઈ, સુરક્ષા વધાર્યા બાદ મળી મંજૂરી

સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ

રોકાણ માટે સમય ઘણો સાનુકૂળ રહેશે, નવું વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે

વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા પૂર પીડિતો માટે ₹5 લાખ સુધીની લોન જાહેર

ભાવનગરમાં જર્જરિત મકાનો તોડી પડાતા અનેક ગરીબો બન્યા ઘરવિહોણા

વાહન ટોઇંગ કરવા આવેલી ગાડીનો જ વીમો નતો કરાવ્યો, જુઓ Video

ફૂટપાથ બન્યા ગેરકાયદે પાર્કિંગ અને દબાણની જગ્યા - જુઓ Video

સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન

સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો

સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ

g clip-path="url(#clip0_868_265)">