ચીન

ચીન

ચીન પૂર્વ એશિયાનો મુખ્ય દેશ છે. તેની સંસ્કૃતિ ખૂબ જૂની માનવામાં આવે છે. ચીનની રાજધાની બેઇજિંગ છે. અહીંનો મૂળ ધર્મ બૌદ્ધ ધર્મ છે. ઐતિહાસિક અભ્યાસો અનુસાર, અહીં બૌદ્ધ ધર્મની પ્રથા 2217 વર્ષ પૂર્વે શરૂ થઈ હતી. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અહીંની વસ્તી 142 કરોડ છે.

ચીનને વિશ્વનો ચોથો સૌથી મોટો વિસ્તાર ધરાવતો દેશ માનવામાં આવે છે. 96,41,144 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, ચીન તેની સરહદ રશિયા, મંગોલિયા, નેપાળ, વિયેતનામ, મ્યાનમાર, ભારત, ભૂટાન, અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, કઝાકિસ્તાન વગેરે સાથે વહેંચે છે. વર્ષ 2020 માં, ચીનના વુહાનથી ઉદ્દભવેલા કોવિડ 19 વાયરસે વિશ્વના ઘણા દેશોમાં ભારે તબાહી મચાવી હતી.

2022માં અમેરિકા પછી ચીનને વિશ્વનો બીજો સૌથી ધનિક દેશ માનવામાં આવતો હતો. વિશ્વ અર્થતંત્રમાં ચીનનો હિસ્સો 19 ટકા રહેવાનો અંદાજ છે. ચીનની અર્થવ્યવસ્થા 19,374 અબજ ડોલર છે જ્યારે તેની માથાદીઠ આવક 13,700 યુએસ ડોલર છે.

ચીન WTOનું સભ્ય છે અને વિશ્વની મુખ્ય આર્થિક-વેપારી શક્તિ તરીકે જાણીતું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક માનવામાં આવે છે. પીએલએમાં આર્મી, નેવી, એરફોર્સ, રોકેટ આર્મી અને સ્ટ્રેટેજિક આર્મીનો સમાવેશ થાય છે.

PLA પાસે વિશ્વમાં પરમાણુ શસ્ત્રોનો ત્રીજો સૌથી મોટો ભંડાર છે. ચીન અને અમેરિકા વચ્ચે સૈન્ય, આર્થિક અને વેપાર મુદ્દે વ્યૂહાત્મક સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન પાસે 20 લાખ સૈનિકો, 3,200 યુદ્ધ વિમાન, 4,590 ટેન્ક અને 730 યુદ્ધ જહાજ છે.

Read More

પહેલા કોવિડ, હવે HMP વાયરસ…ચીનથી દુનિયામાં કેટલા વાયરસ ફેલાયા, કેટલા લોકોના લીધા જીવ ?

ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવિડ-19 વાયરસના કારણે થયેલા વિનાશને લોકો હજુ પણ ભૂલી શક્યા નથી. ત્યારે હવે એ જ ચીનમાંથી બીજો વાયરસ ફેલાઈ રહ્યો છે, જેનું નામ HMPV છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચીનથી અત્યાર સુધીમાં કેટલા વાઈરસ દુનિયામાં ફેલાઈ ચૂક્યા છે અને કેટલા ખતરનાક હતા ? આના કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ?

જાન્યુઆરીમાં આવતા ભૂકંપ શા માટે વધારે તબાહી મચાવે છે ? આ છે પુરાવો, જાણો ક્યાં અને કેટલા થયા મોત

Earthquake history: આજે મંગળવારે નેપાળ, ચીન અને ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ પહેલીવાર નથી કે જાન્યુઆરીમાં ભૂકંપની આવી અસર થઈ હોય. ભૂકંપને લગતા ભૂતકાળના ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડશે કે જાન્યુઆરીમાં આવેલા ભૂકંપે અનેક દેશોમાં તબાહી મચાવી છે. જાન્યુઆરીમાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક પણ વધુ રહ્યો છે. જાણો, જાન્યુઆરીમાં આવેલા મોટા ભૂકંપથી કયા દેશોમાં કેટલા લોકોના મોત થયા અને તેનું શું કારણ છે ?

જો HMPV ચીનથી વિશ્વમાં ફેલાય છે, તો કયા દેશને સૌથી વધુ જોખમ છે? અહીં સંપૂર્ણ પેટર્ન સમજો

જો ચીનમાં ફેલાતો નવો વાયરસ, 'હ્યુમન મેટાપ્યુમોવાયરસ' પણ કોરોનાની પેટર્નને અનુસરે છે, તો તે તે દેશો માટે મોટો ખતરો બની શકે છે જ્યાંથી મોટાભાગના લોકો ચીન જાય છે.

ચીનમાં હ્યુમન મેટાપ્યમોવાઈરસથી હોસ્પિટલોમાં ભારે ભીડ, જાણો તેના લક્ષણો કેવી રીતે બચવું

ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાઈરસના કેસ સતત વધી રહ્યા છે. મોટી સંખ્યામાં બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ચિંતાજનક સમાચાર એ છે, કે, હ્યુમન મેટાપ્યમોવાઈરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તો ચાલો જાણી લઈ આ વાઈરસના લક્ષણ અને સાવચેતી શું રાખવી

શ્વાસ સંબંધી લક્ષણોનું બારિક નિરિક્ષણ, ચીનમાં ફેલાતા HMPV વાયરસ પર ભારતમાં એડવાઈઝરી જાહેર

ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે. સરકારે HMPV વાયરસને લઈને એડવાઈઝરી પણ જાહેર કરી છે. સરકારે શ્વસન સંબંધી લક્ષણો અને ઈન્ફલ્યુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે.

ચીનમાં નવા વાયરસે મચાવી તબાહી ! જાણો ભારતમાં શું થશે અસર, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક બોલાવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારત શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દેખરેખમાં કોઈ અસામાન્ય વધારો જોવા મળ્યો નથી.

4 મોટા કારણો, શા માટે વિશ્વની સૌથી ભયંકર મહામારીનો અડ્ડો બની રહ્યું ચીન, જાણો

વિશ્વ પાંચ વર્ષ પહેલા કોવિડ-19 મહામારીથી ત્રસ્ત હતું, જ્યારે હવે એવા સમાચાર છે કે ચીનમાં HMPV વાયરસ ફેલાઈ રહ્યો છે. ચીનમાં રોગ ફેલાવાની કોઈ નવી વાત નથી. સમયાંતરે ચીન ખતરનાક બીમારીઓનો સામનો કરી રહ્યું છે. ચાલો જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે?

ઈઝરાયેલ બાદ તાઈવાનમાં પણ ભારતીયોની જય-જય, તાઈવાને કુશળ ભારતીયોને આકર્ષવા માટે નવો વિઝા પ્રોગામ રજૂ કર્યો

તાઈવાને ભારતીય કામદારોને આકર્ષવા માટે નવો વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે. ભારત અને તાઈવાન વચ્ચે થયેલા શ્રમ કરારથી તાઈવાનની વધતી જતી શ્રમિકોની માંગ પૂરી થશે. આ કરારથી તાઈવાનના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં વૃદ્ધિ થશે અને ભારતીયોને નોકરીની તકો મળશે. આ પાયલોટ પ્રોગ્રામ પછી, વધુ ભારતીય કામદારોને તાઈવાનમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ કરાર ભારત-તાઈવાનના સંબંધો વધુ ગાઢ બનશે.

શું ચીન તાઇવાન માટે અમેરિકા સાથે યુદ્ધ કરશે? બે પરમાણુ મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ

ચીન અને તાઈવાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીને અમેરિકા દ્વારા તાઈવાનને આપવામાં આવતી સૈન્ય સહાય સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચીને તો ત્યાં સુધી કહ્યું છે કે અમેરિકાએ રેડ લાઈન પાર ન કરવી જોઈએ. ચાઈના સમુદ્ર માં તણાવ માટે ચીને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે.

ભારતની તાકાતે અમેરિકાને કર્યું મજબૂર, બદલવો પડ્યો આ કાયદો, જોતા રહી ગયા PAK-ચીન

આજે વિશ્વના તમામ દેશો ભારતની તાકાતને ઓળખી રહ્યા છે. તો સુપર પાવર કહેવાતા અમેરિકાએ પણ ભારત સાથે મિત્રતા જાળવી રાખવા માટે પોતાના કાયદામાં ફેરફાર કર્યો છે. ભારતની તાકાત અને ક્ષમતાએ અમેરિકાને તેના જૂના કાયદાને ભારતની તરફેણમાં અપનાવવા માટે મજબૂર કર્યું છે.

ચીને વીઝા પોલિસીમાં કર્યો આ મોટો ફેરફાર, જતાં પહેલા જાણો આ નિયમો

China Visa Policy : ચીને તેની વિઝા ફ્રી ટ્રાન્ઝિટ પોલિસીના વિસ્તરણની જાહેરાત કરી છે. અગાઉ ચીને 38 દેશોના નાગરિકો માટે વિઝા આવશ્યકતાઓને પણ માફ કરી દીધી છે. તેમને 30 દિવસ સુધી ચીનમાં રહેવાની મંજૂરી આપી છે. આ પગલાથી ચીન અને ઘણા દેશો વચ્ચે પ્રવાસન, વેપાર અને સાંસ્કૃતિક વિનિમયને વેગ મળવાની અપેક્ષા છે.

વિશ્વની 10 સૌથી મોટી સિમેન્ટ કંપનીમાં ભારતની આ સિમેન્ટ કંપનીનો દબદબો, જાણો કયા નંબરે

આ લેખ વિશ્વની ટોચની 10 સિમેન્ટ કંપનીઓ પર ચર્ચા કરે છે, જેમાં ચાઇના બિલ્ડીંગ મટિરિયલ્સ ગ્રુપ (CNBM) ટોચ પર છે. લેખમાં કોંચ સિમેન્ટ, હોલ્સિમ, હાઇડલબર્ગ સિમેન્ટ, અને સેમેક્ષ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. ભારતીય કંપની અલ્ટ્રાટેકનું રેન્કિંગ અને તેનું વાર્ષિક ઉત્પાદન પણ આપવામાં આવ્યું છે.

World Chess Championship 2024 : ભારતનો સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન જાણો કોણ છે ડી ગુકેશ

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ સતત સાત ડ્રો રમ્યા બાદ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 11મા રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ડીંગ લિરેનને હરાવ્યો હતો. તો ચાલો જાણીએ ડી ગુકેશ કોણ છે.

Investors Happy: 2 દિવસથી આ સ્ટોક ખરીદવા ધસારો, ચીનના એક્શનથી રોકાણકારો ખુશ

આ સતત બીજો દિવસ છે જ્યારે કંપનીના શેરમાં વધારો થયો છે. આ રીતે બે દિવસમાં કંપનીના શેરમાં 30%નો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે આ સ્ટોક 6 વર્ષની ટોચે છે. આ સિવાય કંપનીના ઈક્વિટી શેરની કિંમત ઓછી હોવાને કારણે રિટેલ રોકાણકારોનું આકર્ષણ વધે છે.

Womens Asian Champions Trophy : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય હોકી ટીમની એન્ટ્રી, ચીન સાથે ટક્કર થશે

ભારતીય હોકી ટીમે મહિલા એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. સેમિપાઈનલમાં જાપાન વિરુદ્ધ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

g clip-path="url(#clip0_868_265)">