Ahmedabad Breaking News : નવું શૈક્ષણિક સત્ર શરુ થતા પહેલા વાલીઓને ઝટકો ! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધશે, જુઓ-Vidoe
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં હાલના ભાડા દરોમાં વધારો કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર વધુ એક આર્થિક બોજો આવી શકે છે. શહેરમાં સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાની તૈયારી શરૂ થઈ છે. CNGના સતત વધતા ભાવોને કારણે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડા વધારાની માંગ ઉઠાવવામાં આવી છે.
સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારાની શક્યતા
મળતી માહિતી મુજબ, જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં હાલના ભાડા દરોમાં વધારો કરવો કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે 2024ની સરખામણીએ CNGના ભાવમાં પ્રતિ કિલો આશરે 10 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે હાલના દરે સ્કૂલ વર્ધી ચલાવવી મુશ્કેલ બની રહી છે.
પ્રતિ કિલોમીટરે ભાડુ વધશે
હાલમાં સ્કૂલ વાન માટે પ્રતિ કિલોમીટર મહિને અંદાજે 1200 રૂપિયા ફી લેવામાં આવે છે. જો વિદ્યાર્થીનું ઘર એક કિલોમીટરથી વધુ અંતરે હોય તો પ્રતિ કિલોમીટર વધારાના 200 રૂપિયા લેવામાં આવે છે. બીજી તરફ, સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું 750 રૂપિયા છે અને તેમાં પણ પ્રતિ કિલોમીટર 100 રૂપિયા વધારાનો ચાર્જ વસૂલવામાં આવે છે.
એસોસિએશન ભાવ વધારો કરવાની તરફેણમાં
સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા છેલ્લે વર્ષ 2024માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર વધતા ઇંધણ ખર્ચ અને મેન્ટેનન્સના વધતા બોજાને ધ્યાનમાં રાખીને ભાડા સુધારાની ચર્ચા તેજ બની છે. જો બેઠકમાં ભાવ વધારાને મંજૂરી મળશે તો નવા શૈક્ષણિક સત્રથી વાલીઓને વધુ ખર્ચ સહન કરવો પડી શકે છે.
પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યુ હતું, તેમનુ રાજકારણ પુરુ થઈ ગયું…ભાજપના કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ !, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત

