AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક બોલ ફેંકવાના 2 કરોડ 25 લાખ? KKR ના ખેલાડીએ 18 કરોડ પાણીમાં નાખ્યા, આ મોંઘા બોલરે ફ્રેન્ચાઈઝીના હોશ ઉડાવી દીધા

આઈપીએલ (IPL 2026) ની મેચોમાં ઘણીવાર એવા કિસ્સાઓ બને છે કે, જે આપણને ચોંકાવી દે છે. એવામાં આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ની ટીમ સાથે પણ કંઈક એવું જ બન્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા એક બોલરે ફ્રેન્ચાઈઝીને મોટો ફટકો આપ્યો છે.

| Updated on: May 24, 2026 | 5:58 PM
Share
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનમાં એવા ઘણા વિદેશી ખેલાડીઓ રહ્યા કે, જેઓ શરૂઆતની મેચોમાં પોતાના સ્ક્વોડ (ટીમ) સાથે જોડાઈ શક્યા નહોતા. જો કે, સીઝનની વચ્ચે ટીમનો હિસ્સો બન્યા હતા. આમાં એક નામ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના સ્ક્વોડમાં જોડાયેલ શ્રીલંકન ફાસ્ટ બોલર મથીશા પથિરાનાનું છે, જે ઈજામાંથી સાજા થવાના કારણે પ્રથમ ફેઝ દરમિયાન એકપણ મેચ રમી શક્યો નહોતો.

1 / 5
આ પછી, પથિરાના સંપૂર્ણપણે ફિટ થઈને KKRના સ્ક્વોડમાં જોડાયો હતો. એવામાં બધાને આશા હતી કે, તે સીઝનના અંત સુધી ટીમ સાથે રહેશે પરંતુ લીગ સ્ટેજની છેલ્લી મેચ પહેલા જ પથિરાના આઈપીએલ 2026 માંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો અને KKR એ તેની જગ્યાએ રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની પણ જાહેરાત કરી દીધી છે.

2 / 5
આઈપીએલ 2026 સીઝનને લઈને ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલા પ્લેયર ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મથીશા પથિરાનાને પોતાની ટીમમાં જોડવા માટે પર્સમાંથી 18 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. KKR ને તે સમયે આશા હતી કે, પથિરાના આ સીઝનમાં બોલિંગમાં મહત્વની ભૂમિકા ભજવશે પરંતુ એવું બિલકુલ જોવા મળ્યું નહીં અને તેણે ફ્રેન્ચાઈઝીને મોટું નુકસાન પહોંચાડ્યું છે.

3 / 5
મથીશા પથિરાનાને આ સીઝનમાં કેકેઆર તરફથી માત્ર એક જ મેચ રમવાની તક મળી, જેમાં તેણે 16 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે મેચ રમી હતી. આ મેચમાં તેણે માત્ર 8 બોલ ફેંક્યા હતા અને હેમસ્ટ્રિંગની (સ્નાયુ ખેંચાવાની) સમસ્યાના કારણે તે પાછો પેવેલિયન ભેગો થઈ ગયો હતો. હવે પથિરાના આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે, તેવામાં આઈપીએલ 2026 માં તેના એક બોલની કિંમત જોવામાં આવે તો તે કોલકાતા નાઇટ રાઇડર્સને 2 કરોડ 25 લાખ રૂપિયામાં પડી છે.

4 / 5
મથીશા પથિરાના બહાર થવાની સાથે જ કોલકાતાએ તેની જગ્યાએ લવનીથ સિસોદિયાને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો છે, જે 30 લાખ રૂપિયામાં કેકેઆર સાથે જોડાયો છે. લવનીથ સિસોદિયાની વાત કરીએ તો, આ વિકેટકીપર બેટ્સમેન પહેલા પણ કેકેઆરનો હિસ્સો રહી ચૂક્યો છે અને આ સિવાય આરસીબી (RCB) સાથે પણ જોડાયેલો રહ્યો છે. લવનીથ ઘરેલું ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમે છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 15 T-20 મેચ રમી છે અને તેમાં કુલ 124 રન બનાવ્યા છે.

5 / 5

IPL Ball Price : IPLમાં ફેંકાતા દરેક બોલની કિંમત શું છે? જાણો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">