અમદાવાદ : જાણો શું છે સરખેજ મકબરાનો ઇતિહાસ અને શું છે તેનું મહત્વ ?

આ સરખેજનો મકબરો અંદાજિત 72 એકરમાં ફેલાયેલો છે એક સમયે મકબરાની આજુબાજુમાં આવેલા સુંદર બગીચા અને ખુલ્લુ વિશાળ પ્રાંગણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતું.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 09, 2022 | 11:00 AM
જો તમે ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં રહેતા હશો તો તમે ચોક્કસ સરખેજ રોજાની મુલાકાત લીધી હશે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા આ મકબરાનું નામ ભારત અને ગુજરાતમાં આવેલા મોટા મકબરાની યાદીમાં આવે છે. આ મકબરો શેખ અહમદ ખટ્ટૂ ગંજ બક્ષની દરગાહ છે. અમદાવાદની સ્થાપના કરનાર સુલતાન અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરતા પહેલા તેમના ગુરુ સંત ખટ્ટુના આશીર્વાદ લીધા હતા. ઇ.સ. ૧૪૧૧માં સંત ખટ્ટુના અવસાન પછી અહમદશાહ બાદશાહના પુત્ર મહંમદ શાહએ આ મકબરાનું નિર્માણ કર્યું હતું.

1 / 12
મકબરાના આર્કિટેક આઝમ ખાન અને મુઆજમ ખાન છે અને તે પર્શિયાના છે આ મકબરાનું નિર્માણ કાર્ય ઈ.સન 1451 માં પૂરું થયું હતું અમદાવાદની સ્થાપના કરનાર સુલતાન અહમદશાહ બાદશાહ મુઝફરીદ રાજવંશના શાસન સમયે પંદરમી સદીમાં સરખેજમાં હિન્દુ વણકર અને નીલ રંગની વસ્તીના લોકો વસવાટ કરતા હતા મકબરાની નજીકમાં મકરબા ગામનું તળાવ આવેલું છે તળાવના પાણીને પૂરું પાડવા અહીં કોતરણીવાળો ગેટ અને સાથે પગથિયાં પણ તળાવમાં ખોદવામાં આવેલા છે.

2 / 12
શેખ અહમદ ખટ્ટુ ગંજ બસ મૂળ દિલ્હીના  વતની હતા અને તે દિલ્હીથી આવી સરખેજ ગામમાં સ્થાયી થયા હતા અને સૂફી સંત તરીકે લોકપ્રીય બન્યા હતા, સૂફી સંત ખટ્ટુ ગંજ અહમદશાહ બાદશાહના પરમ મિત્ર હતા અને બાદશાહ એ તેમની યાદમાં મસ્જિદ અને સમાધિ બનાવી હતી. જે આજે સરખેજ રોજા તરીકે જાણીતું બન્યું આજે પણ શેખ અહમદ ખટ્ટુ માં લોકોની ખુબ આસ્થા જોડાયેલી છે.

3 / 12
સુલતાન મહંમદ બેગડાએ આ મકબરાનું વિસ્તરણ કરવાનું કાર્ય શરૂ કર્યું સુફી સંત ખટ્ટુ ની સમાધી સામે તેણે શાહી પરિવાર માટે એક સમાધિ બનાવી, આ મકબરામાં મહંમદ બેગડા અને શાહી પરિવારની દરગાહ પણ છે એટલે કે ગુજરાતના ત્રણ શાસકોની મજાર અહીંયા આવેલી છે સૂફી સંત ખટ્ટુ ૧૪મી સદીમાં ગુજરાતમાં આવતા તેમાંના એક છે આ આલીશાન મકબરો સંત ખટ્ટુ ની દરગાહ છે.

4 / 12
 મુખ્ય દરગાહ ની બહાર પરિસરની વચ્ચે દેખાતી થાંભલાઓથી બનેલી જગ્યા બારાદરી કહેવાય છે બારાદરી પાતળા થાંભલા અને તેની છતની ઉપર નાના નાના 9 ગુંબજ આવેલા છે કહેવામાં આવે છે કે જ્યારે મસ્જિદનું નિર્માણ કાર્ય ચાલતું હતું ત્યારે સંત ખટ્ટુ આ જગ્યા પર બેસીને મસ્જિદના નિર્માણની દેખરેખ કરતા હતા.

5 / 12
આ સરખેજનો રોજ નો મકબરો અંદાજિત 72 એકરમાં ફેલાયેલો છે એક સમયે મકબરાની આજુ બાજુમાં આવેલા સુંદર બગીચા અને ખુલ્લુ વિશાળ પ્રાંગણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતું મકબરામાં ઈસ્લામિક શૈલીના ગુંબજ, 16 પથ્થર વાળા સ્તંભ સાથે આ સંકુલની સમગ્ર રચના એવી છે કે તેમાં હિન્દુ કારીગરી અને તેની રૂપરેખા ની ઝલક જોવા મળે છે જેમાં બિન માળખાકીય કમાનવાળા પેનલ હિન્દુ સાથપત્ય ને દર્શાવે છે.

6 / 12
 આ સ્મારકના નિર્માણ માટેની રેતી પણ સ્થાનિક રીતે જ ખોદવામાં આવી હતી. તેના નિર્માણ માટે શિલ્પકારો પણ સ્થાનિક એટલે કે આજુ બાજુના ગામના વતની હતા આ સરખેજ રોજા ભારતમાં ઇસ્લામિક સ્થાપત્ય માટેની શરૂઆત નું ઉદાહરણ કહી શકાય તેમાંનો આ એક મકબરો છે.

7 / 12
રેતીના પથ્થરો આરસની જાળી અને મુઘલ ડિઝાઇનની ખૂબી આ મકબરા નિર્માણમાં દેખાઈ આવે છે આ મકબરો સપાટ છત વાળું માળખું છે જે રેતીના સ્તંભો દ્વારા ઊભુ કરવામાં આવેલું છે સુલતાનો માટે સરખેજ રોજા એક તીર્થ સ્થાન તરીકે અને અમદાવાદનું આધ્યાત્મિક કેન્દ્ર બની ગયું. જે આજે પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાતે આવતા હોય છે.

8 / 12
મકબરાની પશ્ચિમમાં સુલતાન કુત્બુદીન એ એક આલીશાન મસ્જિદનું નિર્માણ કાર્ય  ઇ. સ. ૧૪૫૧ પછી શરૂ કર્યું અને મહંમદ બેગડાએ તેની બાજુમાં તળાવ બનાવ્યું તળાવની  આજુ બાજુમાં તેણે ઘણા પેવેલિયન પણ બનાવ્યા છે જે જોવા આવનાર લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું અહીં આવનાર લોકો મસ્જિદમા પ્રાર્થના કરશે અને મકબરાની છાયામાં ધ્યાન કરશે આમ આ સ્મારક સરખેજ રોજા બની ગયું છે. અને શાહી પરિવાર માટે આ એક જગ્યા શાંતિ અને આરામ કરવા માટેની જગ્યા પણ બની ગઈ અને ઇ.સ. 1584માં સુલતાન મુઝફ્ફર પર અકબર બાદશાહની જીતની યાદમાં બગીચાઓ સાથે સરખેજ રોજા નું કાર્ય પૂર્ણ થયું.

9 / 12
મકબરામાં એક લાઇબ્રેરી પણ છે જ્યાં હાથથી લખેલી કુરાનનો સંગ્રહ પણ જોવા મળે છે શાહી પરિવારના બેગમની મઝાર પણ અહીં આવેલી છે રાણીઓ માટે બનાવવામાં આવેલી મજાર ને  મ્યુઝિયમ અને સરખેજ રોજા કમિટીની ઓફિસ અને પુસ્તકાલયમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે કહેવાય છે કે અહીં ત્રણ રાણીઓને દફન કરવામાં આવ્યા હતા પણ મુઝફર શાહની પત્ની રાણી રાજાબાઇની જ આજ સુધી ઓળખ થઇ છે.

10 / 12
 અમદાવાદ થી 7 કિલોમીટર દક્ષિણ દિશામાં ઊભેલું  આ સરખેજ રોઝા મકરબા તળાવની આસપાસ ભવ્ય રીતે બનાવવામાં આવેલું સ્મારક છે અહીંની સમય સ્થિરતા અને આધ્યાત્મિક હવા ઉર્જાથી ભરપુર છે રેતીના પથ્થરો અને આરસનો પાયો કે જે ગુજરાતના સુલતાનોની સ્થાપત્ય પ્રત્યે ની મહત્વકાંક્ષા નું ઉદાહરણ પૂરું પાડે છે જે ઈન્ડો ઈન્ડો સેરાસેનિક  અર્કિટેકચરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અલગ-અલગ શાસનકાળ દરમિયાન તબક્કાવાર આ મકબરાનું નિર્માણ કરવામાં આવેલું હોવા છતાં પણ જોતા એમ જ લાગે કે જાણે કે એક સાથે તેનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેમ આ મકબરો સુંદર રીતે નિર્માણ કરવામાં આવ્યો છે.

11 / 12
જ્યારે તમારી પાસે આ અહીં છે તો તમારે એથેન્સમાં એક્રોપોલિસ ની મુલાકાત લેવા જવાની જરૂર નથી આ વાત ૫૦ના દાયકામાં સરખેજ રોજા માટે પ્રખ્યાત ફ્રેન્ચ આર્કિટેક્ટ લે કોબર્યુઝિયર એ કીધી હતી ત્યારથી આ સરખેજ રોજાને અમદાવાદના એક્રોપોલિસ તરીકે પણ જોવામાં આવે છે.

12 / 12
Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

g clip-path="url(#clip0_868_265)">