AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : RCBનો ફાસ્ટ બોલર લગ્નના બંધનમાં બંધાયો, જાણો તેની પત્ની શ્વેતા પુંડિર કોણ છે?

આરસીબીની ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર યશ દયાલ લગ્નના બંધનમાં બંધાયો છે. તેના લગ્ન શ્વેતા પુંડિર સાથે થયા છે. તો ચાલો જાણીએ કોણ છે શ્વેતા પુંડિર

Breaking News : RCBનો ફાસ્ટ બોલર લગ્નના બંધનમાં બંધાયો, જાણો તેની પત્ની શ્વેતા પુંડિર કોણ છે?
| Updated on: Mar 16, 2026 | 10:52 AM
Share

આરસીબીનો ફાસ્ટ બોલર યશ દયાલ હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ પર્સનલ લાઈફ તેમજ કાનુની મામલે ચર્ચામાં છે. યશ દયાલે ફેબ્રુઆરીમા નોઈડાની કન્ટેટ ક્રિએટર શ્વેતા પુંડીર સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. તેમણે લગ્ન એટલા ચુપચાપ કર્યા હતા કે, ક્રિકેટ જગતમાં કોઈ પણ મોટો ચેહરો જોવા મળ્યો ન હતો. તેમના લગ્નમાં માત્ર પરિવારના લોકો જ સામેલ હતા. હજુ પણ યશ દયાલે પોતાના લગ્ન મામલે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ તેની પત્ની શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરી આ સસ્પેન્સ પરથી પડદો ઉઠાવ્યો છે.

યશ દયાલની લાઈફમાં ધમાલ

આ લગ્ન જેટલા શાંતિથી આયોજન કરવામાં આવ્યા હતા. તેટલી જ યશ દયાલની લાઈફમાં બબાલ મચી રહી છે. એક બાજુ તે વરરાજો બન્યો છે તો બીજી બાજુ તેના પર યૌન શોષણ જેવા ગંભીર આરોપ લાગેલા છે. એક મહિલાએ તેના પર લગ્નની લાલચ આપી યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેમાં તેના પર ધરપકડની તલવાર લટકી રહી હતી. જાન્યુઆરી 2026માં રાજસ્થાન હાઈકોર્ટે તેમને આગોતરા જામીન આપીને થોડી રાહત આપી હતી, નહીં તો કેસ જેલ સુધી પણ પહોંચી શક્યો હોત.

View this post on Instagram

A post shared by Yash Dayal (@imyash_dayal)

યશ પર નોંઘાયેલ છે કેસ

મુસીબતો પૂર્ણ થવાનું નામ લઈ રહી નથી. યશ પર એક સગીર ક્રિકેટર સાથે છેડતી કરવાનો પણ આરોપ છે. જયપુરની એક યુવતીનો દાવો છે કે, 2023માં, જ્યારે તે 17 વર્ષની હતી, ત્યારે દયાલે કારકિર્દીમાં આગળ વધવાના નામે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. આ મામલે સાંગાનેર સદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જોકે, યશના વકીલનો દાવો છે કે આ તેને ફસાવવાનું કાવતરું છે, અને ઘટનાના બે વર્ષ પછી એફઆઈઆર કેમ દાખલ કરવામાં આવી? હાલમાં, કોર્ટે તેને આ કેસમાં પણ વચગાળાનું રક્ષણ આપ્યું છે.

View this post on Instagram

A post shared by Yash Dayal (@imyash_dayal)

કોણ છે શ્વેતા પુંડીર?

શ્વેતા પુંડીર દિલ્હીની એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર તેમજ બ્લોગર છે. જેના ઈન્સ્ટાગ્રામ પર 5 લાખ 87 હજારથી વધુ ફોલોઅર્સ છે.તેમણે ઈન્ટરકોન્ટિનેટલ લીજેન્ડ્સમાં બ્રોડકાસ્ટના રુપમાં પણ કામ કર્યું છે.

આઈપીએલમાં જોવા મળશે યશ દયાળ

28 વર્ષના યશ દયાળ આઈપીએલમાં ફરી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સીમાં જોવા મળશે. ગત્ત વખત પહેલી વખત આરસીબી ચેમ્પિયન બની હતી. આ ટીમનો ભાગ યશ દયાળ પણ હતો.પરંતુ હજુ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ સ્કવોડ સુધી પહોંચ્યો નથી પરંતુ ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે.

ભારતીય ફાસ્ટ બોલર યશ દયાલ કોણ છે ? 8 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કર્યું, આવો છે પરિવાર

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">