AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે, હોટેલ સંચાલકો કોલસા તરફ વળ્યા, જુઓ વીડિયો

Breaking News: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે, હોટેલ સંચાલકો કોલસા તરફ વળ્યા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 11:28 AM
Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં LPG ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટેલ સંચાલકો અને લારીધારકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થતાં હવે ઘણા સંચાલકો પરંપરાગત વિકલ્પ તરફ વળી રહ્યા છે. રસોઈ ચાલુ રાખવા માટે હોટેલ સંચાલકો ફરીથી કોલસાની સગડીનો ઉપયોગ શરૂ કરી રહ્યા છે.

ગેસ સિલિન્ડર ન મળતા હોટેલો બંધ ન રાખવી પડે તે માટે સંચાલકો હવે જથ્થાબંધ રીતે કોલસાની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે અંકલેશ્વરમાં કોલસાની માગમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે. ઘણા હોટેલોમાં ફરીથી પરંપરાગત ચૂલા પર ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે અને ગ્રાહકોને પીરસવામાં આવી રહ્યું છે.

હોટેલ સંચાલકોનું કહેવું છે કે ગેસ સિલિન્ડર ન મળવાથી રોજિંદા વ્યવસાય પર સીધી અસર પડી રહી છે. ગેસ વિના રસોઈ શક્ય ન હોવાથી તેઓને તાત્કાલિક વિકલ્પ તરીકે કોલસાની સગડીનો સહારો લેવો પડી રહ્યો છે. કેટલાક સંચાલકોનું કહેવું છે કે જો ગેસ સિલિન્ડરની અછત લાંબા સમય સુધી રહેશે તો ખર્ચ અને મહેનત બંને વધશે.

કોલસાના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

બીજી તરફ કોલસાના વેપારીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડરની અછતને કારણે કોલસાની માંગમાં ચોક્કસ વધારો થયો છે, પરંતુ હાલ કોલસાના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વેપારીઓ મુજબ બજારમાં પૂરતો કોલસો ઉપલબ્ધ છે અને માંગ પ્રમાણે સપ્લાય પણ આપવામાં આવી રહ્યો છે.

ગેસ સિલિન્ડરની અછતને કારણે અંકલેશ્વરમાં ફરી એકવાર પરંપરાગત રસોઈ પદ્ધતિ તરફ વળવાનું જોવા મળી રહ્યું છે, જે સ્થાનિક વ્યવસાય પર સીધી અસર પાડે છે.

Breaking news : Iran Israel Us War વચ્ચે હજારો મેટ્રિક ટન LPG ભરેલું જહાજ ગુજરાતમાં એન્ટ્રી કરશે ! ગેસ સંકટ વચ્ચે મોટી રાહત

g clip-path="url(#clip0_868_265)">