AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : BCCIનો મોટો પ્લાન, ICC ટ્રોફી જીતવાવાળી ભારતની 5 ટીમોનું સન્માન થશે

BCCI Annual Award : BCCIના વર્ષનો એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતની 5 આઈસીસી ટ્રોફી જીતનારી ટીમનું સન્માન કરવામાં આવશે.

Breaking News : BCCIનો મોટો પ્લાન, ICC ટ્રોફી જીતવાવાળી ભારતની 5 ટીમોનું સન્માન થશે
| Updated on: Mar 11, 2026 | 11:17 AM
Share

BCCI Annual Award : બીસીસીઆઈનો વર્ષનો એવોર્ડ સમારોહ (NAMAN)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15 માર્ચના રોજ આ એવોર્ડ સમારોહનું આયોજન દિલ્હીમાં થશે. જેમાં આઈસીસી ટ્રોફી ઉઠાવનારી ભારતની 5 ટીમને સન્માનિત કરવામાં આવશે. ભારતની આ એ 5 ટીમ છે. જેમણે વર્ષ 2025થી અત્યારસુધી વર્લ્ડ ક્રિકેટમાં ભારતનું નામ રોશન કર્યું છે. બીસીસીઆઈએ તેને સન્માનિત કરી તેની આ ઐતિહાસિક સફળતાને સન્માન આપશે.

5 ICC ટાઇટલ વિજેતા ટીમોનું સન્માન કરવામાં આવશે

ICC ટ્રોફી ઉઠાવનારી ભારતની 5 ટીમને સન્માનિત કરવાની જાણકારી બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયા દ્વારા આપવામાં આવી છે. એક ખાસ વાતચીતમાં દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, BCCI એવોર્ડ સમારોહ 15 માર્ચે નવી દિલ્હીમાં યોજાશે, જેમાં તાજેતરમાં ICC ટુર્નામેન્ટ જીતનાર પાંચ ટીમો અને તેમના કોચનું સન્માન કરવામાં આવશે.

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને 131 કરોડ રુપિયાની પ્રાઈઝમની આપી

આ 5 ટીમને સન્માનિત કરાશે

હવે સવાલ એ છે કે, 5 ટીમ કઈ છે. જેમણે હાલમાં આઈસીસીનો ખિતાબ જીત્યો છે. તેને સન્માનિત કરવામાં આવે છે. આ 5 ટીમમાં ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ જીતનારી સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયા અને તેના કોચ ગૌતમ ગંભીર તો છે. તેના સિવાય 2025માં ચેમ્પિયન ટ્રોફી જીતનારી ભારતની પુરુષ ટીમ, મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ચેમ્પિયન બનેલી હરમનપ્રીત કૌરની ટીમ ઈન્ડિયા સિવાય અંડર 19 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતની પુરુષ અને મહિલા ટીમ સામેલ છે.

દિલ્હીની 5 સ્ટાર હોટલમાં આયોજન

રિપોર્ટ અનુસાર બીસીસીઆઈનો વાર્ષિક એવોર્ડ સમારોહ દિલ્હી એરપોર્ટ નજીકની ફાઇવ સ્ટાર હોટલમાં યોજાઈ શકે છે. આ કારણોસર એરપોર્ટની નજીકની હોટલ પસંદ કરવામાં આવી છે. કારણ કે, પુરુષ ટીમના ખેલાડીઓ તરત જ પોતાની આઈપીએલ ટીમ સાથે જોડાશે. આઈપીએલ 2026નું આયોજન 28 માર્ચના રોજ રમાશે.બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાને 131 કરોડ રુપિયાની પ્રાઈઝમની આપવાની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ,સપોર્ સ્ટાફ અને અન્ય સભ્યો વચ્ચે વેચવામાં આવશે. જે અત્યારસુધીની મોટી પ્રાઈઝમની છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">