AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran Israel War Breaking News  : સુરતમાં રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા, જુઓ Video

Iran Israel War Breaking News : સુરતમાં રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 12:07 PM
Share

ઈરાન અને ઇઝરાયલના યુદ્ધનો આજે 17મો દિવસ છે. ગેસની અછત સર્જાવાની શક્યતા ને પગલે લોકો ચૂલા પર રસોઈ કરતા થયા છે. ત્યારે મોરબીના સિરામીક ઉધોગમાં માઠી અસર પહોંચી લાખો શ્રમિકો બેરોજગાર થયા છે. ત્યારે સુરતમાંથી પણ શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનું આ ત્રીજું અઠવાડિયું છે. મિડલ ઇસ્ટના યુદ્ધની અસર હવે સુરતમાં પણ પડી છે.શહેરમાં હજુ પણ કોમર્શિયલ ગેસના બોટલની અછત વર્તાઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ છે.કોરોના સમયે જે રીતે શ્રમિકો વતન જતા હતા તેવી જ રીતે હવે શ્રમિકો ફરીથી પરત જવા લાગ્યા છે.

શહેરમાં ગેસની અછત સર્જાઈ

સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં 40 થી 50 ટકા જેટલા શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે. શહેરમાં ગેસની એવી અછત સર્જાઈ છે,તેમજ 1200નું સિલિન્ડર કાળાબજારમાં 4000થી 5000 સુધીના ઊંચા ભાવે વેચાઈ રહ્યો છે.હવે પરિસ્થિતિ એ છે કે કાળા બજારમાં પણ સિલિન્ડર મળતા નથી. તેથી મર્યાદિત આવક ધરાવતા આ શ્રમિકો વિકટ પરિસ્થિતિથી કંટાળીને હિજરત કરવાનું શરૂ કર્યું.

 

ઇન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર

ઉદ્યોગકારો દ્વારા સરકારને આ બાબતે વચલો રસ્તો લાવવાની રજૂઆત કરવામાં આવી છે. ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગકારો કહી રહ્યા છે કે શ્રમિકોના અભાવે ઇન્ડસ્ટ્રી બંધ થવાની કગાર પર આવશે. કારણ કે,મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે ભારત પર પણ દેખાવા લાગી છે.

તમને જણાવી દઈએ કે,મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની મોરબીના સિરામીક ઉદ્યોગમાં માઠી અસર પહોંચી છે. ગેસ સપ્લાઇ ન હોવાને કારણે સિરામીક ઉધોગ હવે સંપૂર્ણ શટડાઉન થાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જેના કારણે આ ઉધોગ સાથે જોડાયેલા લાખો શ્રમિકો બેરોજગાર બન્યા છે તો કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડે તેવી શક્યતા છે.

 ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">