ફોનમાં Eye Protection મોડ ચાલુ કરવો કેમ જરુરી છે? 99% લોકો નથી જાણતા કારણ
તમે ખબર હશે કે આખો દિવસ ફોનનો ઉપયોગ કર્યા પછી ઘણી વાર માંથુ અને આંખો દુખવા લાગે છે. જેની પાછળ જવાબદાર તમારો સ્માર્ટ ફોન છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી દેવામાં આવે તો ચાલો જાણીએ શું થાય છે.

લોકો દિવસનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં વિતાવે છે. ડિવાઇસની તેજ બ્રાઇટનેસ અને તેમાંથી નીકળતી લાઈટ આપણાને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી લો છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. ત્યારે દરે ફોનમાં આ મોડ ઓન હોવો જરુરી છે ત્યારે ચાલો જાણીએ કેમ?

તમે ખબર હશે કે આખો દિવસ ફોનનો ઉપયોગ કર્યા પછી ઘણી વાર માંથુ અને આંખો દુખવા લાગે છે. જેની પાછળ જવાબદાર તમારો સ્માર્ટ ફોન છે, પણ જો ફોનમાં Eye Protection કે પછી Eye Comfort Mode ઓન કરી દેવામાં આવે તો ચાલો જાણીએ શું થાય છે.

હકીકતમાં, ફોનમાં આઇ કમ્ફર્ટ મોડ એક ફીચર હોય છે. આ સેટિંગને ચાલુ કરવાથી ફોનના લાઇટનો રંગ થોડો પીળાશ પડતો થઈ જાય છે. આ, વાસ્તવમાં, તમારા ડિવાઇસમાંથી બહાર નીકળતી બ્લ્યૂ લાઈટને કન્ટ્રોલ કરે છે.

લાંબા સમય સુધી તમે ફોનને જોવો છો તો આંખોમાં તાણ આવી શકે છે. તમારા ફોન પર આઇ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવાથી આંખોમાં તાણ દૂર કરવામાં મદદ મળી શકે છે.

ફોનમાં આ મોડ ચાલુ ના હોય અને તમે આખો દિવસ ફોન પર કામ કરતા હોવ તો પછી તમને રાત્રે ઉંઘ લેવામાં પણ તકલીફ પડે છે. આ બધુ જ તમારા ફોનની બ્લ્યૂ લાઈટના કારણે થાય છે.

ફોનમાં આઈ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવા માટે, પહેલા સેટિંગ્સ પર જાઓ. હવે ડિસ્પ્લે સેટિંગ્સ પર જાઓ. તમને અહીં આઈ કમ્ફર્ટ મોડ દેખાશે તેના પર ટેપ કરો.

આઈ કમ્ફર્ટ મોડ ટૉગલ ચાલુ કરો. આ મોડમાં ફોનનો ઉપયોગ કંઈક અલગ લાગી શકે છે. આ ફોનની લાઇટિંગમાં ફેરફાર કરે છે, જેનો અર્થ છે કે વપરાશકર્તાને ફોનના ડિસ્પ્લે પર એક અલગ જોવાનો અનુભવ મળે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
