Breaking news : Makar Sankranti નિમિત્તે હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ઊંધિયું અને જલેબી માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં 1000 કિલોથી વધુ ઊંધિયું તૈયાર કરાયું હતું. પરિવાર સાથે પતંગ ચગાવવાની સાથે ઊંધિયા-પૂરીની ઝમાટવટ માનવ દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ મકરસંક્રાંતિની વિશેષ ઉજવણી હતી.
- Hasmukh Ramani
- Updated on: Jan 14, 2026
- 11:32 am
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ, હાઇવે પર ઝીરો વિઝિબિલિટી, જુઓ Video
પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે, જેના કારણે ગોધરાથી હાલોલ સુધીના મુખ્ય હાઇવે પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાયણના પર્વ પર પણ ગાઢ ધુમ્મસના કારણે પતંગરસિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 14, 2026
- 9:53 am
Breaking news : અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, વહેલી સવારથી જ ધાબા પર ચઢ્યા લોકો, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી ચાલી રહી છે. મણિનગર વિસ્તારમાં વહેલી સવારથી જ યુવાનો ધાબા પર ચઢી ગયા છે. સારા પવનને કારણે પતંગરસિકોમાં ઉત્સાહનો માહોલ છે. રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું છે, જ્યારે લોકો ઉંધિયું-જલેબી સહિતના વ્યંજનોની મજા માણી રહ્યા છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 14, 2026
- 9:39 am
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ, સોનાની લગડી માલિકને પરત કરી, જુઓ Video
સુરતમાં એક હીરા દલાલે અનોખી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહિધરપુરા હીરા માર્કેટમાંથી તેમને મળેલી 10 ગ્રામ સોનાની લગડી મૂળ માલિક ચેતન અદાણીને શોધીને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં પરત કરી. દલાલનું સન્માન પણ કરવામાં આવ્યું.
- Hasmukh Ramani
- Updated on: Jan 13, 2026
- 12:08 pm
Breaking News : જામનગરમાં બની અજીબોગરીબ ઘટના, આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો, જુઓ Video
જામનગરના કાલવડ પંથકમાં એક અજીબોગરીબ પેરાશૂટ અકસ્માત સામે આવ્યો છે. એક યુવક 100 ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે વીજ વાયર પર પટકાયો હતો. સદભાગ્યે વીજ વાયરમાં પેરાશૂટ ફસાવા છતાં યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 13, 2026
- 10:09 am
સોમનાથ સ્વાભિમાન પર્વમાં શૌર્ય યાત્રા દરમિયાન પીએમ મોદીએ ડમરૂ વગાડ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથમાં આયોજિત સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રા દરમિયાન પરંપરાગત ડમરૂ વગાડ્યું હતું. આ ક્ષણે ઉપસ્થિત સૌ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે પીએમ મોદીની સાંસ્કૃતિક જોડાણ દર્શાવે છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 11, 2026
- 11:45 am
Breaking News : પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત-રિવાજો સામે ‘સામાજિક બંધારણ’ ઘડવા મથુર સવાણીએ જનમત માગ્યો, જુઓ Video
સુરતના જાણીતા ઉદ્યોગપતિ પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં વધી રહેલા ખર્ચાળ રિવાજો અને પ્રસંગો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ખર્ચ ઘટાડવા માટે સામાજિક બંધારણ ઘડવા જનમત માંગ્યો છે. પાટીદાર સમાજના સભ્યોને ઓનલાઇન લિંક દ્વારા પોતાના સૂચનો અને સમર્થન નોંધાવવા અપીલ કરાઇ છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 10, 2026
- 1:21 pm
ભાવનગર: બગદાણા ધામનાં સેવક નવનીત બાધલીયાને હોસ્પિટલમાંથી રજા અપાઈ
બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાધલિયા પર થયેલા હુમલા બાદ સારવાર પૂર્ણ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 9, 2026
- 3:56 pm
સતત ભૂકંપના આંચકાને કારણે ધોરાજીના શાળા સંચાલકોએ આજે જાહેર કરી દીધી રજા
ધોરાજી વિસ્તારમાં સતત અનુભવાતા ભૂકંપના આંચકાઓને કારણે સલામતીના ભાગરૂપે અનેક ખાનગી શાળાઓએ આજે રજા જાહેર કરી છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 9, 2026
- 3:49 pm
રાજકોટ જિલ્લામાં રાતથી અત્યાર સુધીમાં 21 ભૂકંપના આંચકા
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે રાતથી અત્યાર સુધી 21 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. ઓછી ઊંડાઈને કારણે ધ્રુજારી વધુ અનુભવાઈ હોવાની સિસ્મોલોજી વિભાગે માહિતી આપી છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 9, 2026
- 3:46 pm
Breaking News : ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ, જુઓ Video
ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ વિભાગે દરોડા પાડી ₹32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં જેસીબી અને બે ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. ખાનગી જમીન પર ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાના દાવા વચ્ચે સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈએ આક્ષેપ કર્યો છે કે ખનીજ માફિયાઓએ અગાઉ રોકાયેલી ખનીજ ચોરીનો બદલો લેવા કાવતરું રચ્યું છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 8, 2026
- 12:09 pm
Gujarat Weather : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી, નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, જુઓ Video
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉત્તર-પૂર્વના પવનને કારણે લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે, જેથી કંડલા, ડીસા અને ગાંધીનગર સહિતના શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.
- Hasmukh Ramani
- Updated on: Jan 7, 2026
- 9:36 am