‘અમે બુર્ખો પહેરવા તૈયાર છીએ જો અમારી દિકરીઓને શાળાએ જવા દેશો’, મહિલાઓ ફરીથી તાલિબાનના વિરોધમાં રસ્તા પર ઉતરી
તાલિબાન (Taliban) વિરુદ્ધ ફરીથી એકવાર મહિલાઓએ વિરોધ પ્રદર્શન (Women Protest in Afghanisan) શરૂ કરી દીધુ છે.


તાલિબાન (Taliban) વિરુદ્ધ ફરીથી એક વાર મહિલાઓએ વિરોધ પ્રદર્શન (Women Protest in Afghanisan) શરૂ કરી દીધુ છે. મહિલાઓએ જણાવ્યુ કે તેઓ બુર્ખો પહેરવા તૈયાર છે જો તેમની દિકરીઓને સ્કૂલ મોકલવાની મંજૂરી મળે.

અફઘાનિસ્તાનના પશ્ચિમી શહેર હેરાતમાં 50 જેટલી મહિલાઓ રસ્તા પર ઉતરી અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન તેમણે સ્કૂલ જવાની માંગ સાથેના બેનરો પકડ્યા હતા. મહિલાઓએ નારા બોલતા બોલતા કહ્યુ કે, શિક્ષા, કામ અને સુરક્ષા પ્રાપ્ત કરવાનો અમારો હક છે.

એક પ્રદર્શનકારી ફેરેશ્તા તાહેરીએ કહ્યુ કે, અમે અહીં અમારા અધિકારો માટે ભેગા થયા છીએ. તેમણે કહ્યુ કે અમે બુર્ખો પહેરવા માટે પણ તૈયાર છીએ. જો તેઓ અમને આમ કરવા કહે છે તો અમે પણ ઈચ્છીએ છીએ કે અમારી બાળકીઓ શાળાએ જાય અને મહિલાઓ કામ કરે.

આ પ્રદર્શનનું આયોજન કરનાર બશીરા તોહેરીએ કહ્યુ કે, સરકાર ગઠનને લઈને વાતો કરી રહી છે પરંતુ તેઓ મહિલાઓની ભાગીદારીને લઈને કઈ નથી બોલી રહ્યા. અમે સરકારનો ભાગ બનવા માંગીએ છીએ. મહિલાઓ વગર કોઈ સરકાર બની નથી શક્તી. અમે ઈચ્છીએ છીએ કે તાલિબાન અમારી સાથે ચર્ચા-વિચારણા કરે.

ઈરાનની સીમા નજીક સ્થિત હેરાત અફધાનિસ્તાનના અન્ય રૂઢિવાદી કેન્દ્રોની વચ્ચે એક અપવાદ છે. જોકે કેટલીક મહિલાઓ પહેલા પણ અહીં બુર્ખો પહેરતી હતી. તાલિબાને કહ્યુ છે કે તેમની સરકાર સમાવેશી હશે, પરંતુ લોકોને નવી સરકારમાં મહિલાઓની ભાગીદારીને લઈને શંકા છે.

તાલિબાનના પહેલાના શાસનમાં તેમણે બાળકીઓ અને મહિલાઓને રોજગારી અને શિક્ષાથી દૂર રાખ્યા હતા. સામાજીક જગ્યાઓએ બુર્ખો પહેરવો ફરજિયાત હતો અને મહિલાઓ પુરુષ સંરક્ષક વગર ઘરમાંથી બહાર નીકળી શક્તી નથી.

































































