વર્લ્ડ કપની હારનું દુ:ખ ભુલાવી રહ્યા છે વિરાટ કોહલી, પરિવાર સાથેની તસવીરો સામે આવી
ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાનું દુ:ખ ભુલાવવા બ્રેક પર ગયા છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં જોવા મળ્યા છે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેની પત્ની અનુષ્કા અને પુત્રી સાથે જોવા મળી રહ્યો છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી પોતાનું દુ:ખ ભુલાવવા બ્રેક પર ગયા છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં જોવા મળ્યા છે.

વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની પત્ની અનુષ્કા અને પુત્રી સાથે જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર Tujhme Rab Dikhta Hai, Yaara main kya karoon? અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરાયેલો છે. જેમાં શિયાળાના ગરમ કપડા પહેરેલી અનુષ્કા શર્મા, સ્ટ્રોલરમાં નાની વામિકા અને સાથે જ વિરાટ પણ જોવા મળી રહ્યા છે .

સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટ અનુસાર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા અને દીકરી વામિકા સાથે લંડનના Hyde Park Winter Wonderlandમાં જોવા મળ્યા છે.

દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ 10મી ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે જ્યારે તે 7મી જાન્યુઆરી 2024ના રોજ સમાપ્ત થશે. ત્યારે આ ટુર્નામેન્ટ પહેલા વિરાટે પરિવાર સાથે એક બ્રેક લેવાનું પસંદ કર્યુ છે.