લગ્નની કંકોત્રી પર વર અને કન્યાનો ફોટો લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
લગ્ન સાથે સંબંધિત દરેક બાબતમાં સતર્ક રહેવું ખુબ જ જરુરી છે. તમને ખબર હશે કે આજકાલ લોકો લગ્નની કંકોત્રીમાં પણ કઈક અલગ કરવા માંગે છે અને હવે તો લોકો લગ્નની કંકોત્રીમાં પણ વર વધુની તસવીર લગાવે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

હિન્દુ ધર્મમાં, લગ્ન એક ખૂબ જ શુભ પ્રસંગ અને માંગલિક કાર્ય માનવામાં આવે છે જે બે વ્યક્તિઓ અને બે પરિવારોને ભેગા કરે છે. તે તેમના જીવનમાં એક નવી શરૂઆત દર્શાવે છે. તેથી, લગ્ન સાથે સંબંધિત દરેક બાબતમાં સતર્ક રહેવું ખુબ જ જરુરી છે. તમને ખબર હશે કે આજકાલ લોકો લગ્નની કંકોત્રીમાં પણ કઈક અલગ કરવા માંગે છે અને હવે તો લોકો લગ્નની કંકોત્રીમાં પણ વર વધુની તસવીર લગાવે છે તો શું આમ કરવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ.

લગ્ન કાર્ડ, લગ્ન આમંત્રણ પત્રિકાઓ અથવા લગ્ન કાર્ડ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિયમો આપણે સમજવા જોઈએ. લગ્ન કાર્ડ પર વર અને કન્યાના ફોટા છાપવવાનો તાજેતરનો ટ્રેન્ડ છે.

જો કે, વાસ્તુ અનુસાર આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આથી લગ્નની કંકોત્રીમાં વર-વધુના ફોટા છપાવવાનું ટાળવું જોઈએ

કંકોત્રીમાં વર-વધુનો ફોટો લગાવવાતી વર અને વધુને ખરાબ નજર લગે છે અને વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, કાર્ડ પર કપલનો ફોટો લગાવવાનું ટાળો.

વાસ્તુ મુજબ કંકોત્રી માંગલિક કાર્ય અને વર-વધુના બંધાવા જઈ રહેલો સંબંધ દર્શાવે છે આથી કંકોત્રીમાં ભગવાન કી તસ્વીરે કે ચિત્રો છપાવવા જોઈએ

આ સિવાય લગ્ન પુરા થયા બાદ લોકો કંકોત્રીને ગમે ત્યાં ફેકી દે છે. જોકે આમ ક્યારેય ના કરવું જોઈએ કારણ કે તેના પર ભગવાનની તસવીર હોય છે તેમજ જો વર-વધુનો ફોટો લગાવો છો અને પછી તેને ગમે ત્યાં ફેકીં દો છો તો તે યોગ્ય નથી માનવામાં આવતુ.
મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ ના રાખો આ વસ્તુઓ, ઘરમાં નકારાત્મકતા વધી જશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
