કરોડો કર્મચારીઓને મળશે ‘ખાસ ભેટ’! હવે પીએફના પૈસા મેળવવાની રીત આખી બદલાઈ જશે, જાણી લો નહીંતર પસ્તાશો
પીએફ ખાતાધારકો માટે એપ્રિલનો મહિનો મોટી ખુશખબરી લઈને આવી રહ્યો છે. સરકાર એક નવી અને હાઈ-ટેક સિસ્ટમ લાવી રહી છે કે, જેનાથી પીએફ મેળવવાની આખી રીત બદલાઈ જશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના કરોડો સબ્સ્ક્રાઇબર્સ માટે પીએફ ઉપાડ અને ખાતા વ્યવસ્થાપન (Account Management) ની પ્રક્રિયાને વધુ સરળ તેમજ હાઈ-ટેક બનાવવા જઈ રહ્યું છે. આનાથી હવે તમે તમારા જૂના પીએફ ખાતાને સરળતાથી મર્જ કરી શકશો. આ ઉપરાંત, ભવિષ્યમાં પીએફના નાણાં સીધા તમારા UPI આઈડી પર ટ્રાન્સફર કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.

તેમ છતાં, આ પેન્શન માટે પાત્ર બનવા માટેની પ્રાથમિક પૂર્વશરત એ છે કે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ 'પેન્શનપાત્ર સેવા' પૂર્ણ કરી હોવી જોઈએ. વધુમાં, સંપૂર્ણ પેન્શન લાભો મેળવવા માટે, સામાન્ય રીતે કર્મચારીની ઉંમર 58 વર્ષની હોવી જરૂરી છે. તમારા પેન્શનની ચોક્કસ ગણતરી જાતે કરો. તમારા પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તે સમજવા માટે તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દોડવાની જરૂર નથી. EPFO એ આ હેતુ માટે એક ખૂબ જ પારદર્શક અને સરળ સૂત્ર સ્થાપિત કર્યું છે.(ફોટો ક્રેડિટ-Google)



કેન્દ્રીય શ્રમ મંત્રાલય એક આધુનિક સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જેના દ્વારા લગભગ 8 કરોડ સભ્યો સીધા UPI નો ઉપયોગ કરીને પોતાના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લેમ સેટલમેન્ટના સમયને ઘટાડવાનો અને ઉપાડની પ્રક્રિયાને વધુ પારદર્શક તેમજ ઝડપી બનાવવાનો છે.
આ પણ વાંચો: ‘EPFO’ લાવ્યું કર્મચારીઓ માટે લોટરી જેવી સ્કીમ ! કર્મચારીઓના હક માટે સરકારનો ‘મોટો નિર્ણય’
