AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : યુદ્ધના માહોલમાં પણ આ શેર્સ કરાવી શકે છે ‘કમાણી’, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર હવે ભારતીય શેરબજાર પર પણ પડી રહી છે. હવે તેલના વધતા ભાવને કારણે ભારતની કેટલીક સરકારી તેલ કંપનીઓના નફામાં મોટો ઉછાળો આવી શકે છે.

| Updated on: Mar 16, 2026 | 5:10 PM
Share
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટો ઝટકો આપ્યો છે. બ્રોકરેજ ફર્મ એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર, આ તણાવને કારણે કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. માર્ચ 2026 માં તેલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ આશરે $90 સુધી પહોંચી ગઈ છે, જ્યારે યુદ્ધ પહેલા તે પ્રતિ બેરલ $70 થી $72 ની આસપાસ હતી. જો આ સંઘર્ષ આગામી 6 મહિના સુધી ચાલુ રહેશે, તો નાણાકીય વર્ષ 2027 માં તેલની સરેરાશ કિંમત આશરે $80 પ્રતિ બેરલ રહી શકે છે.

1 / 6
રિપોર્ટ મુજબ, તેલના ઊંચા ભાવનો સૌથી વધુ ફાયદો અપસ્ટ્રીમ કંપનીઓને થશે. એન્ટિકનો અંદાજ છે કે, જો તેલની કિંમતો ઊંચી રહેશે તો ONGC અને ઓઈલ ઈન્ડિયાની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2027 માં ONGC નો EBITDA આશરે 30% વધીને લગભગ ₹923 અબજ સુધી પહોંચી શકે છે, જ્યારે ઓઈલ ઈન્ડિયાનો EBITDA લગભગ 28% વધીને ₹127 અબજ સુધી જઈ શકે છે.

2 / 6
બ્રોકરેજે આ બંને કંપનીઓ પર પોતાનું BUY રેટિંગ જાળવી રાખ્યું છે. રિપોર્ટ અનુસાર, ONGC નો વર્તમાન ભાવ લગભગ ₹266 છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ ₹335 રાખવામાં આવી છે, એટલે કે વર્તમાન સ્તરેથી આશરે 26% સુધીનું સંભવિત રિટર્ન મળી શકે છે. બીજી તરફ ઓઈલ ઈન્ડિયાનો વર્તમાન ભાવ આશરે ₹470 છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ ₹567 નક્કી કરવામાં આવી છે, જે આશરે 21% નો સંભવિત ઉછાળો દર્શાવે છે. રિપોર્ટ મુજબ, મજબૂત કમાણીની સંભાવના હોવા છતાં આ કંપનીઓના શેર હજુ પણ યુદ્ધ પહેલાના સ્તરથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, તેથી વર્તમાન સ્તર રોકાણની દૃષ્ટિએ આકર્ષક માનવામાં આવે છે.

3 / 6
બીજીબાજુ, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે BPCL, HPCL અને IOC પર કાચા તેલના ઊંચા ભાવનું દબાણ આવી શકે છે. રિપોર્ટ અનુસાર, જો કાચા તેલની કિંમત પ્રતિ બેરલ આશરે $80 ની આસપાસ જળવાઈ રહે અને પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં ન આવે, તો આ કંપનીઓની કમાણી પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલ પરનું નુકસાન વધીને આશરે ₹2.7 પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે, જેનાથી કંપનીઓના નફામાં મોટો ઘટાડો આવી શકે છે.

4 / 6
એન્ટિકનું માનવું છે કે, તાજેતરના ઘટાડા બાદ આ કંપનીઓના શેર આકર્ષક બન્યા છે. બ્રોકરેજે હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) પર પણ BUY રેટિંગ જાળવી રાખ્યું છે. HPCL નો વર્તમાન ભાવ લગભગ ₹369 છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ ₹705 રાખવામાં આવી છે, એટલે કે વર્તમાન સ્તરેથી આશરે 91% સુધીનો સંભવિત વધારો જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર, યુદ્ધ પછી OMC કંપનીઓના શેર આશરે 15% થી 16% સુધી ઘટી ચૂક્યા છે, જે સંભવિત જોખમ કરતા વધુ માનવામાં આવે છે. જો કે, આ સ્થિતિ લાંબો સમય નહીં ટકે. જો તેલ કંપનીઓ પર લાંબા સમય સુધી દબાણ રહેશે, તો સરકાર સામાન્ય રીતે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો અથવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવા જેવા પગલાં ભરે છે. આનાથી કંપનીઓને રાહત મળે છે અને તેમના માર્જિન ફરી સુધરી શકે છે.

5 / 6
આ જ કારણસર વર્તમાન સ્તરે આ કંપનીઓના શેર લાંબાગાળાના રોકાણ માટે આકર્ષક જણાય છે. જો કે, ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. રિપોર્ટ મુજબ, ગેસ કંપનીઓ પર તેની અસર અલગ-અલગ રીતે પડી શકે છે. Petronet LNG પર મુખ્ય અસર LNG નો સપ્લાય ઓછો થવાથી વોલ્યુમ ઘટવા તરીકે જોવા મળી શકે છે, જ્યારે GAIL પર વોલ્યુમની સાથે-સાથે માર્જિન પર પણ દબાણ રહી શકે છે. તેમ છતાંય શેરમાં આવેલા મોટા ઘટાડા બાદ બ્રોકરેજે GAIL નું રેટિંગ HOLD થી વધારીને BUY કરી દીધું છે. આની ટાર્ગેટ પ્રાઇસ પ્રતિ શેર ₹172 રાખવામાં આવી છે, જે વર્તમાન સ્તરેથી આશરે 16% સુધીની વૃદ્ધિનો સંકેત આપે છે.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: સરકારનો ‘સોના’ પર અત્યાર સુધીનો સૌથી ‘ચોંકાવનારો નિર્ણય’, મધ્યમ વર્ગને આપી ‘મોટી રાહત’

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો

મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ

Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો

Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'

તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત

ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ

ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ

77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">