Breaking News : ભારત-પાકિસ્તાન સીઝફાયર વચ્ચે મોટા સમાચાર, અમેરિકા અને ચીને મિલાવ્યા હાથ, જાણો સંપૂર્ણ વિગતો
જીનીવામાં સ્વિસ સરકાર દ્વારા આયોજિત બે દિવસની વાટાઘાટો પછી અમેરિકાએ આજે જાહેરાત કરી કે તે ચીન સાથે વેપાર સોદો કરી ચૂક્યું છે. આ સોદાની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

જીનીવામાં સ્વિસ સરકાર દ્વારા આયોજિત બે દિવસની વાટાઘાટો બાદ અમેરિકાએ આજે જાહેરાત કરી કે તે ચીન સાથે વેપાર સોદો કરી ચૂક્યું છે. આ સોદાની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

મહત્વનું છે કે હાલમાં જ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. જોકે આ પહેલા ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. અને હવે એવા સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાએ ચીન સાથે હાથ મિલાવ્યા છે. જોકે આ ટ્રેડ ડીલ માટેના હાથ મિલાવ્યા છે છતાં પણ ભારત પાકિસ્તાન યુદ્ધ સીઝફાયર વચ્ચે આ ડીલ અનેક તારક વિતર્ક ઊભા કરે છે.

આ વાટાઘાટો અમેરિકા-ચીન વેપાર સંબંધો સુધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાટાઘાટો પહેલા સંકેત આપ્યો હતો કે તેઓ ચીન પરના ટેરિફ દરને વર્તમાન 145 ટકાથી ઘટાડીને 80 ટકા કરવા તૈયાર છે.

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે તેમના નિવેદનમાં કહ્યું કે સૌ પ્રથમ, હું મારા સ્વિસ યજમાનોનો આભાર માનું છું. સ્વિસ સરકારે અમને આ અદ્ભુત જગ્યા આપીને ઘણી મદદ કરી, અને મને લાગે છે કે તેનાથી વસ્તુઓ સરળ બની.

વધુમાં તેમણે કહ્યું, "મને એ જણાવતા આનંદ થાય છે કે અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેની અત્યંત મહત્વપૂર્ણ વેપાર વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જોકે અહેવાલો અનુસાર હવે આ સમગ્ર ડીલની વિગત પણ ટૂંક સમયમાં જાહેર થશે.
યુનાઈટેડ સ્ટેટ્સ, જે વિશ્વમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અથવા અમેરિકા તરીકે ઓળખાય છે, તે મુખ્યત્વે ઉત્તર અમેરિકામાં આવેલો દેશ છે. અમેરિકાના આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
