AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming IPO : 1,2,3 નહીં પણ આવી રહ્યા છે આ 6 કંપનીના IPO, આ રીતે મળશે કમાણી કરવાની તક

આ મહિનાની 19મીએ શેરબજારમાં લિસ્ટિંગ માટે 5 નવા IPO ખુલશે. રોકાણકારો આ IPO માટે 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બિડ કરી શકે છે. આ પછી આ કંપનીઓના શેર 27 ડિસેમ્બરે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થશે. આ IPO કંઈક આવો છે.

| Updated on: Dec 19, 2024 | 10:39 AM
Share
આ મહિનાની 19મીએ શેરબજારમાં લિસ્ટિંગ માટે 5 નવા IPO ખુલશે. રોકાણકારો આ IPO માટે 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી બિડ કરી શકે છે. આ પછી આ કંપનીઓના શેર 27 ડિસેમ્બરે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થશે. કંપનીઓ આ IPO દ્વારા મૂડી એકત્ર કરવાનો પ્રયાસ કરશે. તે તેનો ઉપયોગ તેના વ્યવસાયને વિસ્તૃત કરવા, લોન ચૂકવવા અને અન્ય હેતુઓ માટે કરશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ આવનારી IPO કંપનીઓ વિશે. છેવટે કંપનીઓ શું કરે છે? આમાં રોકાણ તમારા માટે કેટલું સારું સાબિત થશે.

1 / 7
ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ : ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડનો IPO 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPOની કિંમત 410 થી 432 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપની રૂપિયા 400 કરોડનો નવો ઇક્વિટી ઇશ્યૂ કરશે અને પ્રમોટર અજનમા હોલ્ડિંગ્સ 1.01 કરોડ શેર વેચશે. IPOનું કદ 839 કરોડ રૂપિયાની આસપાસ હશે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 5,800 કરોડની આસપાસ હશે. આ કંપનીની સ્થાપના ફેબ્રુઆરી 2008માં થઈ હતી. આ કંપની એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની તરીકે જાણીતી છે. આ કંપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરે છે. કંપનીએ અત્યાર સુધીમાં 200 થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે.

2 / 7
DAM કેપિટલ એડવાઈઝર્સ લિમિટેડ : DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ IPOની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રુપિયા 269-283 નક્કી કરવામાં આવી છે. 19 ડિસેમ્બરથી બિડિંગ શરૂ થશે. એન્કર રોકાણકારો 18 ડિસેમ્બરે બિડ કરી શકશે. ઇશ્યૂ 23 ડિસેમ્બરે બંધ થશે. BSE અને NSE પર 27મી ડિસેમ્બરે શેરનું લિસ્ટિંગ થઈ શકે છે. આ IPOમાં ઓફર ફોર સેલ (OFS) હેઠળ 2.97 કરોડ ઇક્વિટી શેર વેચવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે નવા શેર જાહેર કરવામાં આવશે નહીં. OFS માં ધર્મેશ મહેતા અને તેમના રોકાણકારો જેવા કે મલ્ટીપલ ઓલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ, નરોત્તમ સેખસરિયા, RBL બેંક અને ઇઝી એક્સેસ ફાઇનાન્શિયલ સર્વિસિસનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો ચોખ્ખો નફો 8 ગણો વધીને રૂ. 70.5 કરોડ થયો છે. આવક 112% વધીને રૂ. 180 કરોડ થઈ છે.

3 / 7
મમતા મશીનરી લિમિટેડ : મમતા મશીનરી લિમિટેડનો IPO 19 ડિસેમ્બર 2024 થી 23 ડિસેમ્બર 2024 સુધી ખુલશે. આ IPOની લોટ સાઈઝ 61 શેર છે. ન્યૂનતમ રોકાણ ₹14,823.00 છે. IPOની કિંમત 230 થી 243 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPOનું કદ ₹179.39 કરોડ છે. આ માટે 7,382,340 શેર ઓફર કરવામાં આવશે. 2,571,569 શેર પબ્લિક ઈસ્યુ માટે આરક્ષિત છે. છૂટક રોકાણકારો માટે મહત્તમ શેર 793 છે અને મહત્તમ રકમ ₹192,699 છે. IPO 27 ડિસેમ્બર 2024 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થશે.

4 / 7
સનાતન ટેક્સટાઈલ્સ લિમિટેડ : સનાથન ટેક્સટાઇલ કંપની 19 ડિસેમ્બરે રૂ. 550 કરોડનો IPO ખોલશે. જેમાં 400 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે. પ્રમોટરો દ્વારા રૂ. 150 કરોડના શેરનું વેચાણ કરવામાં આવશે. કંપની તેના સિલ્વાસા યુનિટમાં વાર્ષિક 2,23,750 મેટ્રિક ટનની ક્ષમતા સાથે પોલિએસ્ટર, કોટન અને ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. IPO માટેની એન્કર બુક 18 ડિસેમ્બરે ખુલશે. પબ્લિક ઈશ્યુ 23 ડિસેમ્બરે બંધ થશે.

5 / 7
કોનકોર્ડ એન્વિરો સિસ્ટમ્સ લિ : Concord Enviro Systems Limitedનો IPO 19 ડિસેમ્બર 2024ના રોજ ખુલશે. કંપનીએ આ IPO દ્વારા રૂ. 500.33 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આમાં નવા શેર અને ઓફર ફોર સેલ (OFS) જાહેર કરવાનો સમાવેશ થાય છે. કંપની ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) જેવી ટેકનોલોજી સહિત પાણી અને જળ પ્રદૂષણની સારવાર માટે ઉકેલો પ્રદાન કરે છે.

6 / 7
નુમલયાલમ સ્ટીલ લિમિટેડ : નુમલયાલમ સ્ટીલ લિમિટેડનો IPO 19 ડિસેમ્બર 2024 થી 23 ડિસેમ્બર 2024 સુધી ખુલ્લો રહેશે. આ IPO બુક બિલ્ડીંગ – SME દ્વારા જાહેર કરવામાં આવશે. તેનું કદ 41.76 કરોડ રૂપિયા હશે. IPOની કિંમત 85 થી 90 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. લોટ સાઈઝ 1600 શેર છે. ન્યૂનતમ રોકાણ 1,36,000 રૂપિયા છે. IPOનું લિસ્ટિંગ 27 ડિસેમ્બર 2024ના રોજ થશે.

7 / 7
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર

રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ

માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video

પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા

રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત

દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં

વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ

જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ

ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા

g clip-path="url(#clip0_868_265)">