Unjha APMC Election Result: ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો ભવ્ય વિજય, ભાજપના 5 ઉમદવારોની કારમી હાર- Video

Unjha APMC Election Result: ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો ભવ્ય વિજય, ભાજપના 5 ઉમદવારોની કારમી હાર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 7:02 PM

ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપના મેન્ડેટ આપેલા 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે. ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપના 3 ઉમેદવારો હાર્યા છે.

ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલે તેનો દબદબો જાળવી રાખ્યો છે. જ્યારે ભાજપના મેન્ડેટ આપેલા ઉમેદવારોની કારમી હાર થઈ છે. ખેડૂત વિભાગના ભાજપના 5 ઉમેદવારોની કારમી હાર થઈ છે. વેપારી વિભાગમાં પણ ભાજપના મેન્ડેટવાળા 3 ઉમેદવારની હાર થઈ છે. આ સાથે કોંગ્રેસ સાથે સંકળાયેલા નરેન્દ્ર પટેલનો વિજય થયો છે. અપક્ષ ઉમેદવાર જયંતી પટેલનો વિજય થયો છે. ભાજપના મેન્ડેટવાળા વિષ્ણુ પટેલનો વિજય થયો છે. અપક્ષ સાથે સંકળાયેલા અમૃત પટેલનો વિજય થયો છે.

ભાજપના 5 ઉમેદવારોની કારમી હાર

આ ચૂંટણીમાં 14 બેઠકો માટે કૂલ 36 ઉમેદવારો મેદાને હતા અને 98 ટકા બમ્પર મતદાન થયુ હતુ. જેમ ભાજપે ખેડૂત વિભાગ માટે 10 અને વેપારી વિભાગ માટે 4 ઉમેદવારને મેન્ડેટ આપ્યુ હતુ. જે પૈકી ભાજપના 5 ઉમેદવારોની હાર થઈ છે. સવારે 9 વાગ્યાથી હાથ ધરાયેલી મતગણતરીમાં ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો. તેમની પેનલના મોટાભાગના ઉમેદવારોનો આ ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે.

ધારાસભ્ય કિરીટ પટેલની પેનલી કારમી હાર

આપને જણાવી દઈએ કે ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો હતા. જેમા પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલની સામસામે હતી. જો કે આજે મતગણતરીના અંતે કિરીટ પટેલની પેનલની ભૂંડી હાર થતી જોવા મળી. આ ચૂંટણીમાં ઊંઝા શહેર ભાજપ મહામંત્રી ડી.જે પટેલ પણ મેન્ડેટ આપ્યુ ન હોવા છતા ઉમેદવારી નોંધાવી હતી અને છેલ્લે સુધી ઉમેદવારી પરત ન લેતા ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્ચા હતા.

Input Credit- Manish Mistri- Unjha- Mehsana

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">