18 ડિસેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢ પોલીસની અપરાધીઓ સામે કડક કાર્યવાહી, 9 વ્યક્તિઓ સામે ગુજસીટોકની દરખાસ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2024 | 11:11 AM

આજે 18 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

18 ડિસેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢ પોલીસની અપરાધીઓ સામે કડક કાર્યવાહી, 9 વ્યક્તિઓ સામે ગુજસીટોકની દરખાસ્ત

LIVE NEWS & UPDATES

  • 18 Dec 2024 11:11 AM (IST)

    વડોદરા: વિશ્વામિત્રી પૂર નિવારણના રિપોર્ટને મુખ્યપ્રધાનની લીલી ઝંડી

    વડોદરા: વિશ્વામિત્રી પૂર નિવારણના રિપોર્ટને મુખ્યપ્રધાને લીલી ઝંડી આપી છે. ફોરેસ્ટ સહિતના ક્લિયરન્સ ઝડપથી કરવા સૂચના આપી છે. કમિટીના કામથી મુખ્યપ્રધાન સંતુષ્ટ, હવે અંતિમ બેઠક મળશે.પવિત્ર પૂર નિવારણ કમિટીના અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનર સાથે CMની બેઠક થશે. બેઠક બાદ ફરી રાજ્ય સરકારમાં ફાઈનલ રિપોર્ટ રજૂ કરાશે.

  • 18 Dec 2024 10:31 AM (IST)

    વલસાડ: સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીને કારણે દર્દી હેરાન

    વલસાડ: સિવિલ હોસ્પિટલની લાલિયાવાડીને કારણે દર્દી હેરાન થયા છે. વાંસદાથી આવેલા દર્દીને લેવા માટે સ્ટાફ જ ન પહોંચ્યાની ફરિયાદ થઇ છે. પરિવારે જાતે જ સ્ટ્રેચર પર વૃદ્ધાને લઈ હોસ્પિટલમાં દાખલ કર્યા. વાંસદા સિવિલના એમ્બયુલન્સના ચાલક અને પરિવારના આક્ષેપ છે. પરિવારે જ દર્દીને હોસ્પિટલમાં લઈ જવા પડે તેવો જવાબ મળ્યાનો દાવો છે.

  • 18 Dec 2024 10:19 AM (IST)

    મોરબી: લક્ષ્મીનગર ગામેથી ઝડપાયો બોગસ તબીબ

    મોરબી: લક્ષ્મીનગર ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે. ડિગ્રી વગર ક્લિનિક ચલાવનારા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. લોકોની સારવાર કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 8 હજાર 139 રૂપિયાની કિંમતની એલોપથી દવા કબજે કરી છે. પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • 18 Dec 2024 10:18 AM (IST)

    ભરૂચ: મુલદ ટોલ બુથ પર ચક્કાજામ

    ભરૂચ: મુલદ ટોલ બુથ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. બસ ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે. બસ ચાલકોએ ટોલ બુથની તમામ લેન બ્લોક કરી છે. સ્થાનિક બસ સંચાલકો પાસે પણ ટોલ ટેક્સ વસૂલાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મામલો થાળે પાડવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

  • 18 Dec 2024 09:09 AM (IST)

    સુરતમાં ફાયનાન્સર પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીઓ સકંજામાં

    સુરતમાં ફાયનાન્સર પર ફાયરિંગ કેસ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. સુરત પોલીસની ટીમે આ કેસમાં 500 જેટલા CCTV અને 5 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી નેપાળથી બે મુખ્ય આરોપીઓ ગુરમુખ ઉર્ફે ક્રિપાલસિંઘ ચિકલીગર અને શુભમસિંઘ ઉર્ફે માફિયા ધીરેન્દ્ર પ્રતાપ સિંઘની ધરપકડ કરી છે.  ઉધના સ્થિત આશીર્વાદ ટાઉનશિપના ફાયનાન્સર દીપક પવારની ઓફિસ પર ફાયરિંગ થયું હતું. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી.

  • 18 Dec 2024 09:08 AM (IST)

    ગાંધીનગરઃ ઓનલાઈન સટ્ટા બેટિંગ રેકેટનો પર્દાફાશ

    ગાંધીનગરઃ ઓનલાઈન સટ્ટા બેટિંગ રેકેટનો પર્દાફાશ થયો છે. LCB દ્વારા અડાલજમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી જુગાર રમવાના સાધનો જપ્ત કરાયા છે. 21 મોબાઈલ, 5 લેપટાપ સહિત 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર આરોપી લક્ષ્મણ ગોસાઈને પકડવા LCBએ ચક્રો ગતિમાન કર્યા છે.

દિલ્લીમાં 5 ડિગ્રી તાપમાન વચ્ચે 3 દિવસ માટે શીત લહેરનું એલર્ટ, પહાડી પ્રદેશોમાં પ્રચંડ હિમવર્ષાની હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર. કચ્છમાં બે દિવસ શીત લહેરની આગાહી. 6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. તો 11.8 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન., રાજ્યસભામાં બંધારણની ચર્ચા પર અમિત શાહે વિપક્ષને ઘેર્યા અને કહ્યું, કોંગ્રેસે દેશને અંધારામાં રાખીને 55 વર્ષમાં 77 વાર બંધારણ બદલ્યું, તો અમે 16 વર્ષમાં કર્યા માત્ર 22 ફેરફાર. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. PMJAY કૌભાંડ અંગે થશે ચર્ચા તો મગફળીની ધીમી ખરીદીમાં થયેલી ફરિયાદ અંગે પણ થશે ચર્ચા. PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજ્ય સરકારની કાર્યવાહી.. રાજકોટની 2 હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ, તો ભરૂચ અને વડોદરાની એક-એક હોસ્પિટલને ફટકાર્યો દંડ. મોરબીના હળવદના દેવળીયા નજીક ખાનગી બસે મારી પલટી. અકસ્માતમાં નવ મુસાફરો ઈજાગ્રસ્ત. ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ જતી હતી બસ

Published On - Dec 18,2024 9:07 AM

Follow Us:
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
રાજકોટમાં અશાંતધારા ભંગની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ થઈ દોડતી- Video
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરોમાં પાણી ફરી વળ્યા
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
BZ કૌભાંડ કેસમાં શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">