Sabarkantha : BZ કૌભાંડ કેસમાં CID ક્રાઈમની તપાસ ! શાળાઓમાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ, જુઓ Video
BZ કૌભાંડ કેસમાં એજન્ટોના કનેક્શન અંગે CID ક્રાઈમની તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં એજન્ટોને ત્યાં જુદી-જુદી ટીમની સતત તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલના સંબંધી પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ છે.
ગુજરાતમાં ચકચારી મચાવનાર BZ કૌભાંડ કેસમાં દિવસે દિવસે તપાસ તેજ કરવામાં આવી છે. BZ કૌભાંડ કેસમાં એજન્ટોના કનેક્શન અંગે CID ક્રાઈમની તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં એજન્ટોને ત્યાં જુદી-જુદી ટીમની સતત તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરમાં એજન્ટ ધવલ પટેલના સંબંધી પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ છે. પ્રિન્સપાલે એજન્ટ બનીને રોકાણકારોને આકર્ષ્યા હોવાને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.
શિક્ષકોને વિના સંકોચે માહિતી આપવા CIDની અપીલ
પ્રિન્સિપાલે હિંમતનગર અને અમદાવાદમાંથી રોકાણ કરાવ્યું હોવાની માહિતી સામે આવી છે. CID ક્રાઈમ દ્વારા કેટલીક શાળામાં ચોક્કસ નામના વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે. BZ પોન્ઝી સ્કીમમાં સંડોવણીને લઈ શોધખોળ કરવા શાળાઓમાં ટીમ તપાસ કરી રહી છે. શિક્ષકોએ રોકાણ કર્યું હોય તો સંકોચ વગર CIDને માહિતી આપવા પણ અપીલ કરી છે.રોકાણકારો નહીં છેતરપિંડીના ગુનેગારોને લઈ તપાસ હોવાથી આગ ળ આવવા અપીલ કરી છે.