17.12.2024

Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?

Image - Freepik

કેટલાક લોકોને હોમ ગાર્ડનિંગ અથવા તો કિચન ગાર્ડનનો શોખ હોય છે. ત્યારે કેટલીક વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખવુ જરુરી હોય છે.

ઘણી વખતે ઘરે ઉગાડેલા છોડની વૃદ્ધિ અટકી જાય છે. તેમજ ફૂલ અથવા ફળ સમયસર આવતા નથી.

ફળો અને ફૂલો રોપતા પહેલા કેટલીક વાતનું ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે છોડને કયું ખાતર, ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ.

જો તમે કિચન ગાર્ડનિંગ કરો છો તો છોડ માટે ઓર્ગેનિક ખાતર સૌથી શ્રેષ્ઠ રહેશે.

શાકભાજીમાં 3-4 વખત ખાતર નાખવું જોઈએ. એવા છોડને કોકો પીટ ખાતર આપો જેને દરરોજ પાણી આપવાની જરૂર નથી.

જ્યારે છોડ ફળો અને ફૂલો આપવાનું શરૂ કરે છે. ત્યારે તેમાં વર્મીકમ્પોસ્ટ ઉમેરો. 4-6 મહિનામાં તૈયાર થતા છોડને 45-50 દિવસના અંતરે 3 વખત વર્મીકમ્પોસ્ટ આપો.

જો છોડની ઊંચાઈ 6-8 ઈંચ હોય તો તેને 1-2 ચમચીથી વધુ ખાતર આપવું ન જોઈએ.

છોડને દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખવો જોઈએ.