Travel Tips : ક્રુઝમાં ન્યુયર સેલિબ્રેશન કરવાનો પ્લાન છે, તો વિદેશ જવાની જરુર નથી, ગુજરાતના આ શહેરમાં પહોંચી જાવ
ક્રુઝની મજા લેવા માટે લોકો વિદેશ જવાનો પ્લાન બનાવતા હોય છે. જ્યાં તમે લાખો રુપિયાનો ધુમાડો કરી ઘરે પરત ફરો છો. પરંતુ તમને જણાવી દઈએ કે, જો તમારો પ્લાન ન્યુયર સેલિબ્રેશન કરવાનો ક્રુઝમાં છે. તો તમે વિદેશ નહિ પરંતુ અમદાવાદના ક્રુઝની મુલાકાત લઈ શકો છો.

જો તમે પણ ન્યુયર સેલિબ્રેશન કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. તેમજ ન્યુયર સેલિબ્રેશન લગ્ઝરી બનાવવા માંગો છો. તો હવે ગુજરાતીઓ પણ ન્યુયર પાર્ટી વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે શિપમાં બેસી અને જમવાની મજા માણી શકશે. તો ચાલો આ સ્થળ વિશે જાણીએ.

સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધીના એક રાઉન્ડ માટે દોઢ કલાકનો સમય લાગે છે. ફ્લોટિંગ રેસ્ટોરાં ફૂઝમાં બેસી અને ફૂડની મજા માણી શકો છો.ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જેમાં 162 મુસાફરોની ફેરીંગ ક્ષમતા છે,

ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. ક્રુઝમાં TV, પ્રોજેક્ટર, લાઇટિંગ, DJ સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ, વગેરે સુવિધાઓ હશે. ફૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યા છે.

ક્રુઝમાં બેસી તમે જમવાનો આનંદ માણવાની સાથે મોઈતો અને મોજીટો સહિત કોલ્ડ્રીક્સની મજા માણી શકો છો. અહિ તમને લાઈવ મ્યુઝિક સાથે ડાન્સ તેમજ પાર્ટી પણ કરી એન્જોય કરી શકો છો.

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વપ્ન હતું કે, સાબરમતી નદીમાં ક્રૂઝ રેસ્ટોરાં બને અને સહેલાણી અને નાગરિકોને આવી ક્રૂઝ રેસ્ટોરાંની મજા માણવા બહાર ન જવું ન પડે. આજે મોટી સંખ્યામાં લોકો આ કુઝની મુલાકાત લે છે.

રૂ. 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરાં ક્રૂઝ તૈયાર કરવામાં આવ્યું છે. જો તમે બર્થ ડે સેલિબ્રેશન, એનિવર્સરી અને Engagement સેલિબ્રેશન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, કે પછી કિટી પાર્ટી અને બેબી શાવરનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ પ્લેસ તમારા માટે બેસ્ટ છે. જો તમે પણ ન્યુયર સેલિબ્રેશન કરવા ક્રુઝમાં જવા માંગો છો તો તમે આ કુઝની મુલાકાત લઈશકો છો.
ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો
