AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૃથ્વી શોએ કર્યો મોટો હંગામો, ટીમમાંથી બહાર થયા બાદ કર્યો ‘બળવો’, શેર કરી આ પોસ્ટ

પૃથ્વી શોને વિજય હજારે ટ્રોફી માટે મુંબઈની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. શો છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પસંદગીકારોના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.

| Updated on: Dec 17, 2024 | 9:38 PM
Share
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં 21 ડિસેમ્બરથી વિજય હજારે ટ્રોફી શરૂ થવા જઈ રહી છે, જે 18 જાન્યુઆરી સુધી રમાશે. આ લિસ્ટ A ફોર્મેટ ટૂર્નામેન્ટમાં કુલ 38 ટીમો ભાગ લેશે. જેના માટે તમામ ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન મુંબઈએ પણ વિજય હજારે ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે.

1 / 5
પૃથ્વી શોનું નામ મુંબઈના 17 ખેલાડીઓની ટીમમાં સામેલ નથી. તેના તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેને પસંદ કર્યો નથી. પરંતુ પસંદગીકારોના આ નિર્ણયથી પૃથ્વી શો નાખુશ હતો અને તેને સોશિયલ મીડિયા પર આ અંગે પોતની નારાજગી વ્યક્ત કરી હતી.

2 / 5
પૃથ્વી શોનું તાજેતરનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. આ સિવાય તેની ફિટનેસ પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. ફિટનેસના કારણે તેને રણજી ટ્રોફીની વચ્ચે ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. આ પછી તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પુનરાગમન કર્યું, પરંતુ તે આ ટૂર્નામેન્ટમાં પણ ફ્લોપ રહ્યો. આવી સ્થિતિમાં હવે મુંબઈના પસંદગીકારોએ ફરી એકવાર શોને ટીમમાંથી બહાર કરી દીધો છે. આવી સ્થિતિમાં પૃથ્વી શોએ સોશિયલ મીડિયા પર પોતાના લિસ્ટ Aના આંકડા શેર કરીને આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.

3 / 5
લિસ્ટ Aના આંકડા શેર કરતી વખતે પૃથ્વી શોએ લખ્યું, 'મને કહો ભગવાન, મારે બીજું શું જોવું છે... જો 65 ઈનિંગ્સ, 55.7ની એવરેજ અને 126ની સ્ટ્રાઈક રેટ સાથે 3399 રન બનાવું તો હું એટલો સારો નથી. ... પરંતુ હું તમારામાં મારો વિશ્વાસ રાખીશ અને આશા રાખું છું કે લોકો હજુ પણ મારામાં વિશ્વાસ રાખે છે. કારણ કે હું ચોક્કસપણે પાછો આવીશ. ઓમ સાંઈ રામ.’

4 / 5
તમને જણાવી દઈએ કે, પૃથ્વી શોએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં કુલ 9 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 21.88ની સરેરાશથી માત્ર 197 રન બનાવ્યા હતા, જેમાં એક પણ અડધી સદી સામેલ નહોતી. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 49 રન હતો. આ પહેલા તે રણજી ટ્રોફી 2024માં પણ કંઈ પ્રદર્શન કરી શક્યો નહોતો. (All Photo Credit : X / MCA / PTI)

5 / 5
g clip-path="url(#clip0_868_265)">