IND vs AUS : જો ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ હારી જશે તો ભારતીય ખેલાડીઓને કેટલા રૂપિયા મળશે?

પર્થ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયા એડિલેડમાં હારી ગઈ હતી અને હવે ગાબામાં પણ તેની હાલત ખરાબ છે. ટીમ ઈન્ડિયાએ રમતના ચોથા દિવસે ફોલોઓન બચાવી લીધું હતું પરંતુ હારનો ખતરો છે. આ મેચની વચ્ચે એક રસપ્રદ સવાલ એ છે કે જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો તેના ખેલાડીઓને કેટલા રૂપિયા મળશે?

| Updated on: Dec 17, 2024 | 9:38 PM
બધા જાણે છે કે જ્યારે ટીમ ઈન્ડિયા કોઈ મેચ જીતે છે ત્યારે તેના ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થાય છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે ટીમ ઈન્ડિયા મેચ હારે છે ત્યારે ટીમના ખેલાડીઓને કેટલા પૈસા મળે છે? તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા જીતે કે હારે, ટીમના ખેલાડીઓને સમાન રકમ મળે છે. BCCI દ્વારા નક્કી કરવામાં આવેલી મેચ ફી ટીમના ખેલાડીઓને મળે છે.

1 / 5
BCCI દરેક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને 15 લાખ રૂપિયા આપે છે. ટીમ જીતે કે હાર, ખેલાડીને 15 લાખ રૂપિયા મળે છે. આ સિવાય ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને સ્પોન્સર અથવા હોમ બોર્ડ તરફથી અલગથી રકમ પણ મળે છે.

2 / 5
જો ટીમ ઈન્ડિયા ODI અને T20 મેચ હારે છે તો ખેલાડીઓને ટેસ્ટ મેચથી અલગ રકમ મળે છે. ભારતીય ખેલાડીઓને ODI મેચમાં 6 લાખ રૂપિયા અને T20 મેચમાં 3 લાખ રૂપિયા મળે છે. જે ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે તેઓને શ્રેણીના સ્પોન્સર્સ પાસેથી અલગ રકમ મળે છે. આ રકમ દરેક શ્રેણી અને દરેક ટુર્નામેન્ટ માટે અલગ છે.

3 / 5
ટીમ ઈન્ડિયા સિવાય જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને દરેક ટેસ્ટ મેચ જીતવા કે હારવા પર 15 થી 16 લાખ રૂપિયા મળે છે. આ ખેલાડીઓની મેચ ફી છે. ODIમાં ખેલાડીઓની મેચ ફી 8.5 લાખ રૂપિયા છે, જ્યારે T20 મેચ ફી 5.6 લાખ રૂપિયા છે.

4 / 5
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ લગભગ દરેક મેચ માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જેટલી જ રકમ મળે છે. પાકિસ્તાન આ મામલે ઘણું પાછળ છે. પાકિસ્તાનના ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે લગભગ 3.5 લાખ રૂપિયા મળે છે. પાકિસ્તાની ખેલાડીઓને ODI મેચ માટે લગભગ 2 લાખ રૂપિયા અને T20 મેચ માટે લગભગ 1.30 લાખ રૂપિયા મળે છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">