વિજય માલ્યાથી લઈને નીરવ મોદી સુધી, EDએ ₹22,280 કરોડની સંપત્તિ કરી જપ્ત, નાણામંત્રીએ જણાવી આ વાતો
શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં બોલતા સીતારમણે કહ્યું કે, EDએ જાહેર ક્ષેત્રની બેંકોને 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ સફળતાપૂર્વક પરત કરી છે. વિજય માલ્યાના કેસમાં રૂપિયા 14,131.6 કરોડની વસૂલાત કરવામાં આવી છે અને આ સંપત્તિઓને જાહેર ક્ષેત્રની બેંકોને પાછી આપવામાં આવી છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આર્થિક અપરાધીઓ પાસેથી 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જેમાં વિજય માલ્યાની રૂપિયા 14,131 કરોડ અને નીરવ મોદીની રૂપિયા 1,052 કરોડની સંપત્તિનો સમાવેશ થાય છે. શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં બોલતા સીતારમણે કહ્યું કે, EDએ જાહેર ક્ષેત્રની બેંકોને 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ સફળતાપૂર્વક પરત કરી છે. વિજય માલ્યાના કેસમાં રૂપિયા 14,131.6 કરોડની વસૂલાત કરવામાં આવી છે અને આ સંપત્તિઓને જાહેર ક્ષેત્રની બેંકોને પાછી આપવામાં આવી છે.
નાણામંત્રીએ માહિતી આપી હતી
નીરવ મોદીના કેસમાં 1,052.58 કરોડ જાહેર અને ખાનગી બેંકોને પાછા આપવામાં આવ્યા છે. આ સાથે સરકારે મેસેજ આપ્યો છે કે દેશ છોડીને ભાગી જનારા ગુનેગારોને પણ બક્ષવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે, સરકારે કોઈને પણ છોડ્યા નથી. જેઓ દેશ છોડીને ભાગી ગયા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. EDએ પૈસા ભેગા કરીને બેંકોને પરત કરી દીધા છે.
ક્યાંથી કેટલી રકમ વસૂલવામાં આવી?
- નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) કૌભાંડ : રૂપિયા 17.47 કરોડ વસૂલ કરવામાં આવ્યા અને બેંકોને આપવામાં આવ્યા.
- SRS ગ્રુપ : રૂપિયા 20.15 કરોડની વસૂલાત.
- રોઝ વેલી કૌભાંડ: 19.40 કરોડની વસૂલાત.
- સૂર્યા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ: 185.13 કરોડની વસૂલાત.
- મેહુલ ચોક્સી કેસ : રૂપિયા 2,565.90 કરોડની પ્રોપર્ટી એટેચ કરવામાં આવી છે, જેની હરાજી કરવામાં આવશે.
The Enforcement Directorate (@dir_ed) has successfully Restored properties worth around Rs 22,280 crores, and I am only talking about the major cases.
I would like to list the number of cases: –
Vijay Mallya – Rs 14,131.6 crores, the complete amount of the attached property… pic.twitter.com/fJRPEyPOnI
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 17, 2024
(Credit Source : @nsitharamanoffc)
બ્લેક મની એક્ટની શું અસર થઈ?
સીતારમણે કહ્યું કે, 2015માં લાગુ કરાયેલ બ્લેક મની એક્ટની કરદાતાઓ પર મોટી અસર પડી છે. આ અંતર્ગત 2024-25માં 2 લાખ કરદાતાઓએ તેમની વિદેશી સંપત્તિ જાહેર કરી છે, જ્યારે 2021-22માં આવા કરદાતાઓની સંખ્યા 60,467 હતી. જૂન 2024 સુધીમાં આ કાયદા હેઠળ 697 કેસોમાં 17,520 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે અને 163 કેસ નોંધવામાં આવ્યા છે.
દેશ છોડીને ભાગી ગયેલા ગુનેગારો પર કડક કાર્યવાહી : નિર્મલા સીતારમણ
મોંઘવારી પર બોલતા નાણામંત્રીએ કહ્યું કે, એનડીએ સરકાર દરમિયાન મોંઘવારી પર વધુ સારી રીતે નિયંત્રણ કરવામાં આવ્યું છે. એપ્રિલ-ઓક્ટોબર 2024-25 વચ્ચે છૂટક ફુગાવાનો દર 4.8 ટકા હતો. જે કોવિડ રોગચાળા પછીનો સૌથી નીચો છે. તેમણે કહ્યું કે, યુપીએ સરકાર દરમિયાન મોંઘવારી દર બે આંકડામાં પહોંચી ગયો હતો.
નિર્મલા સીતારમણે એ પણ સ્પષ્ટ કર્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કોઈ સામાન્ય મંદી નથી અને અડધાથી વધુ સેક્ટર મજબૂત વૃદ્ધિનો અનુભવ કરી રહ્યા છે. સરકારના આ કડક પગલાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર દેશ છોડીને ભાગી ગયેલા ગુનેગારો પર કડક કાર્યવાહી કરવા અને બેંકોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.