Bhavnagar : અલંગ દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત, GPCB પગલા ન લેતું હોવાનો આક્ષેપ, જુઓ Video
ભાવનગરના અલંગ દરિયામાં ડામર જેવુ કેમિકલ છોડાયું હોવાનું સામે આવ્યુ છે. દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાયું હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારોના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
ભાવનગરના અલંગ દરિયામાં ડામર જેવુ કેમિકલ છોડાયું હોવાનું સામે આવ્યુ છે. દરિયામાં ડામર જેવું કેમિકલ છોડાયું હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારોના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કોઈ શિપ બ્રેકરે શીપમાં આવેલું વેસ્ટેજ છોડ્યું હોય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાળું કેમિકલ આજુબાજુના સાત- આઠ ગામોના કિનારે આવ્યુ હોવાનું પણ સામે આવ્યું રહ્યું છે.
વારંવાર સમસ્યા સર્જાવા છતા GPCB ન લેતું હોવાનો આક્ષેપ
ડામર જેવું વેસ્ટ કેમિકલ ભળી આવતા અનેક માછલીઓ અને પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. પર્યાવરણ વિભાગ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડ સામે અનેક સવાલો ઉભા થયા છે. વારંવાર આવી સમસ્યા સર્જાવા છતા GPCB પગલા ન લેતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કેમિકલને કારણે અનેક મૃત માછલીઓ અને પક્ષીઓ તણાઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે.
Latest Videos