વિશ્વના 10 સૌથી ધનિક દેશો કયા છે ? જાણો ભારત કયા સ્થાને છે

જ્યારે વિશ્વના સૌથી ધનિક દેશોની વાત આવે તો તમારા મનમાં અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા વગેરે જેવા મોટા દેશોના નામ આવતા હશે, પરંતુ એવું નથી માથાદીઠ GDPના મામલે આ દેશો નંબર-1 નથી. ત્યારે આ લેખમાં જાણીશું કે, ક્યા દેશો સૌથી ધનિક છે.

| Updated on: Dec 16, 2024 | 6:40 PM
જ્યારે વિશ્વના સૌથી ધનિક દેશોની વાત આવે તો તમારા મનમાં અમેરિકા, બ્રિટન, ચીન, રશિયા વગેરે જેવા મોટા દેશોના નામ આવતા હશે, પરંતુ એવું નથી માથાદીઠ GDPના મામલે આ દેશો નંબર-1 નથી. ફોર્બ્સે વર્ષ 2024માં IMFના ડેટાના આધારે માથાદીઠ GDP મુજબ કયા દેશો સૌથી અમીર છે, તેની એક યાદી બહાર પાડી છે.

1 / 8
લક્ઝમબર્ગ (યુરોપ) - આ દેશની વસ્તી 6,39,000 છે અને તેની માથાદીઠ જીડીપી 1,31,380 ડોલર છે. આ યુરોપનો એક નાનો દેશ છે અને તે કોવિડ 19 મહામારી દરમિયાન ઉભરી આવ્યો હતો.

2 / 8
આયર્લેન્ડ (યુરોપ) - 2008ની નાણાકીય કટોકટી બાદ આયર્લેન્ડે તેના બેંકિંગ ઉદ્યોગમાં સુધારા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. તેણે તેના અર્થતંત્રને આજે જ્યાં છે ત્યાં પાછું લાવવા માટે જાહેર ક્ષેત્રના પગારમાં કાપ મૂકવા જેવા પગલાં લીધા હતા. તેની વસ્તી 5.03 મિલિયન છે અને માથાદીઠ જીડીપી 1,06,060 ડોલર છે.

3 / 8
સ્વિત્ઝર્લેન્ડ (યુરોપ) - સ્વિત્ઝર્લેન્ડ પણ યુરોપમાં એક દેશ છે અને તેની માથાદીઠ જીડીપી 1,05,670 ડોલર છે. આ દેશની વસ્તી 8.70 મિલિયન છે. આ દેશ વિશ્વભરના સૌથી મોટા પર્યટક આકર્ષણોમાંથી એક છે.

4 / 8
નોર્વે (યુરોપ) - નોર્વેની માથાદીઠ જીડીપી 94,660 ડોલર છે, જે તેને વિશ્વનો ચોથો સૌથી ધનિક દેશ બનાવે છે. તેની વસ્તી 5.41 મિલિયન છે. નોર્વે એક પશ્ચિમી યુરોપિયન દેશ છે જે પેટ્રોલિયમ માટે જાણીતો છે.

5 / 8
સિંગાપોર (એશિયા) - તેની માથાદીઠ જીડીપી 88,450 ડોલર છે. સિંગાપોર એ વિશ્વના સૌથી મોટા વેપાર કેન્દ્રોમાંનું એક છે. સિંગાપોરની વસ્તી 5.45 મિલિયન છે.

6 / 8
આ ઉપરાંત છઠ્ઠા ક્રમે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આવે છે. અમેરિકાની માથાદીઠ જીડીપી 85,370 ડોલર છે. ત્યાર બાદ આઇસલેન્ડ, કતાર, મકાઉ SAR અને ડેનમાર્ક આવે છે. જે માથાદીઠ જીડીપી મામલે સૌથી અમીર દેશો છે.

7 / 8
ભારતની વાત કરીએ, તો ભારત GDPની દ્રષ્ટિએ તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ માથાદીઠ GDP મામલે ભારત 138મા ક્રમે છે. ભારતની માથાદીઠ GDP 2,730 ડોલર છે. (Image - Freepik)

8 / 8
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">