બ્રિસ્બેન ટેસ્ટ ડ્રો રહી છે. ખરાબ હવામાન અને વરસાદના કારણે પાંચમા દિવસની રમત પૂર્ણ થઈ શકી ન હતી, જેના કારણે ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. આ રીતે 3 ટેસ્ટ બાદ હવે સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે ગાબા ટેસ્ટ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. અશ્વિન કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો અને ત્યાં તેની જાહેરાત કરી હતી.
નિવૃત્તિ પહેલા અશ્વિન વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમમાં બેઠો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોહલીએ પણ તેને ગળે લગાવ્યો હતો. અશ્વિન એડિલેડ ડે નાઈટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.
38 વર્ષના આ સ્પિનર ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે સાતમાં સ્થાને છે. અશ્વિનના નામે 106 ટેસ્ટમાં 537 વિકેટ છે. 59 રન આપી 7 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયમાં અનિલ કુંબલે બાદ બીજા નંબર પર છે. કુંબલેના નામે 619 ટેસ્ટ વિકેટ હતી. અશ્વિનની આ જાહેરાત ખુબ જ ચોંકાવનારી છે કારણ કે, ઓસ્ટ્રેલિયા આવી અચાનક નિવૃતિનો નિર્ણય લેવો ચોંકાવનારો છે.
અશ્વિનના નામે ટેસ્ટમાં 37 ફાઈવ વિકેટ હોલ છે જે કોઈ પણ બોલર દ્વારા સૌથી શાનદાર પ્રદર્શન છે.