Travel With TV9 : મીની વેકેશનમાં ફરો શ્રીલંકા, આ રહ્યો બજેટ ફ્રેન્ડલી ટ્રાવેલ પ્લાન, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

| Updated on: Dec 17, 2024 | 7:26 AM
કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
શનિ -રવિવારની રજા હોય કે પછી અન્ય મીની વેકેશન હોય ત્યારે મોટાભાગના લોકોને બહાર ફરવા જવાનું મન થતુ હોય છે. પરંતુ યોગ્ય માહિતી ન હોવાથી આસપાસના સ્થળોની મુલાકાતમાં જ હજારો રુપિયા ખર્ચી નાખતા હોય છે. જ્યારે એટલા જ ખર્ચમાં પ્લાનીંગ સાથે વિદેશ યાત્રા થઈ શકે છે. તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં શ્રીલંકાના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.

2 / 5
અમદાવાદથી કોલંબો સુધી ફ્લાઈ દ્વારા પહોંચી તમે પ્રથમ દિવસે ગંગારામાય મંદિરની મુલાકાત લઈ શકો છો.ત્યારબાદ કોલંબો નેશનલ મ્યુઝિયમ, ગાલે ફેસ ગ્રીનની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે કેન્ડી લેક,  Tooth Relic Templeની મુલાકાત લઈ શકો છો. તેમજ Royal Botanical Gardenની મુલાકાત કરી ત્યાં જ રાત્રિ રોકાણ કરી શકો છો. ત્રીજા દિવસે Sigiriya Rock Fortressની મુલાકાત લઈને તમે કોલંબો આવી ત્યાંથી અમદાવાદ પરત ફરી શકો છો.

3 / 5
તમે શ્રીલંકા 5 દિવસ માટે ફરવા જવા ઈચ્છો તો તમારે સૌથી પહેલા કોલંબો સુધી ફ્લાઈટ મારફતે પહોંચી Gangaramaya Temple, Colombo National Museum સહિતની સ્થળોએ પ્રથમ દિવસે મુલાકાત લો. બીજા દિવસે તમે કેન્ડીમાં Tooth Relic Temple, કેન્ડી લેક સહિત રાત્રિ બજારમાં ખરીદી કરી શકો છો. આ રીતે તમે ત્રીજા, ચોથા અને પાંચમાં દિવસે પણ ઉપર કોષ્ટકમાં દર્શાવેલી માહિતી અનુસાર સ્થળોની મુલાકાત લઈ શકો છો. એક અંદાજ પ્રમાણે 5 દિવસના પ્રવાસ માટે 66,500 થી 90,500 જેટલો એક વ્યક્તિનો ખર્ચ થઈ શકે છે.

4 / 5
શ્રીલંકામાં સાત દિવસ પ્રવાસ માટે આશરે 75000 થી 1 લાખ રુપિયાનો ખર્ચો થઈ શકે છે. જેમાં ફ્લાઈટની ટિકિટ આશરે 40 થી 50 હજાર રુપિયા થઈ શકે છે. જ્યારે રહેવાનો ખર્ચ 17,500 થી 35,000 રુપિયા સુધીનો થઈ શકે છે. તેમજ એન્ટ્રી ફી અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ 22 હજાર જેટલો થઈ શકે છે. કોલંબોથી કેન્ડી જવા માટે ડાયરેક્ટ ટ્રેન આશરે 2.5 થી 3 કલાકનો સમય  લે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">