કચ્છના હાજીપીરનો 16 કિમીનો રોડ ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં, 17 ગામના લોકો હાલાકી ભોગવવા બન્યા મજબુર- Video

કચ્છના હાજીપીરનો 16 કિમીનો રોડ ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં, 17 ગામના લોકો હાલાકી ભોગવવા બન્યા મજબુર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 7:47 PM

કચ્છના હાજીપીર ગામનો 16 કિલોમીટર લાંબો રોડ છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તાને કારણે 16-17 ગામના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં 500થી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં 25થી વધુ આગેવાનોની પોલીસે અટકાયત કરી. લોકો તંત્ર પાસે રસ્તાના સમારકામની માંગ કરી રહ્યા છે.

કચ્છમાં હાજીપીરના બિસ્માર રોડ લઈને લોકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા લોકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવાની ફરજ પડી છે. બિસ્માર રોડ લઈને કારણે 16 કિલોમીટરનું અંતર કાપવામાં બે કલાક જેટલો સમય લાગી જાય છે. જેથી આસપાસના 16થી 17 ગામના લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે. ઉપરાંત મેડીકલ ઈમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડમાં પણ અડચણ ઉભી થાય છે. આ બિસ્માર રસ્તાને કારણેમાં અનેક માતાઓને અમ્બ્યુલન્સમાં જ પ્રસ્તુતિ થઈ જતી હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવાની માગ કરાઈ રહી છે. અને જો તેમની સમસ્યાનું નિરાકરણ નહી આવેતો આવનાર સમયમાં ભારે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

લોકોનો વિરોધ ઉગ્ર બને એ પહેલા પોલીસે 25થી વધુ લોકોની અટકાયત કરી. હાલ લાંબા સમયથી બિસ્માર રસ્તાનું સમારકામ ન થતાં જનઆક્રોષ ભભુકી ઉઠ્યો છે અને સત્વરે સમારકામની જનમાગ ઉઠી છે.

Input Credit- Jay Dave- Kutch 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">