Banaskantha : કાંકરેજના માનપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ, ખેતરો પાણીથી તરબોડ, જુઓ Video
બનાસકાંઠામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજના માનપુરા ગામની સીમમાં પાણીનો વેડફાટ થયો છે. પાઇપલાઈનમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ઘઉંના પાક પર પાણી ફરી વળતા નુકસાન થયુ છે.
બનાસકાંઠામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજના માનપુરા ગામની સીમમાં પાણીનો વેડફાટ થયો છે. પાઇપલાઈનમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ઘઉંના પાક પર પાણી ફરી વળતા નુકસાન થયુ છે. પાણીની લાઈનનું સમારકામ કરવા માગણી કરવામાં આવી છે. પાણીની લાઈનમાં ભંગાણ થયાના 2 દિવસ બાદ પણ સમારકામ ન થયાનો લોકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પાણી વધારે વહી જતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયુ છે. જેના પગલે પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
મહીસાગરની સુજલામ-સુફલામ કેનાલમાં થયુ હતુ ભંગાણ
બીજી તરફ આ અગાઉ મહીસાગરના ખાનપુરમાં સુજલામ-સુફલામ કેનાલમાં ભંગાણ થયું હતુ. બામરોડા ગામ નજીક કેનાલમાં 3થી 4 જગ્યાએ લિકેજ થયુ હતુ. કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણીમાં તરબોડ થયા હતા.ઘઉં, ચણા અને મકાઈના પાક ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો. જો કે અધિકારીઓની ટીમ સ્થળે પહોંચી સમારકામ હાથ ધર્યું હતું.