ભરૂચ: અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને કર્યો જેલહવાલે- Video

ભરૂચ: અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને કર્યો જેલહવાલે- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 5:01 PM

ભરૂચના અંકલેશ્વરમાંથી વધુ એક બાળકીને પીંખી નાખવાની ઘટના સામે આવી છે. 36 વર્ષિય એક આરોપીએ 10 વર્ષની બાળકીને તેની હવસનો શિકાર બનાવી. પહેલા બાળકીને નિર્દયતાથી માર માર્યો અને જે બાદ નરાધમે તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ.

ભરૂચના અંકલેશ્વરના એક ગામમાં હવસની ક્રૂરતા આચરનાર દુષ્કર્મનો આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ગઈકાલે શ્રમિકોના પડાવમાં 10 વર્ષની બાળકી પર 36 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. 10 વર્ષની બાળકી મદદનો પોકાર કરતી રહી અને. વાસનામાં અંધ બનેલા આરોપીએ. બાળકીને નિર્દયતાથી માર પણ માર્યો હતો. સોમવારે મોડી સાંજે શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી. 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી. માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી. બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. હાલ પીડિતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોપી ઝારખંડ ભાગવાની ફિરાકમાં હતો ત્યાં જ પોલીસે દબોચી લીધો

દુષ્કર્મની ઘટનાથી જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે પણ ગુનાની ગંભીરતાને સમજી પોલીસની 6 ટુકડીઓ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલેન્સની મદદ પોલીસે ગણતરીના કલાકોમાં દુષ્કર્મના આરોપીને ઝડપી લીધો. પીડિતાના ઘરથી નજીકમાં રહેતો આરોપી વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો. ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો.

Input Credit- Ankit Modi- Bharuch

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">