આજનું હવામાન : ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી, જુઓ Video

| Updated on: Dec 18, 2024 | 7:43 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ રહી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ રહી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ થાય છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ ઠંડીનો ચમકારો વર્તાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ તાપમાન વધવા છતાં પવનના લીધે ઠંડી વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે.

ઠંડીને લઈને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.હાલ જે ઠંડી પડી રહી છે.તેમાં 18 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે.ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે.18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે.પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">