Health Tips : વજન પ્રમાણે દરરોજ કેટલું પ્રોટીન લેવું જોઈએ ? વધારે પડતા સેવનથી થઈ શકે છે આ સમસ્યાઓ
પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્નાયુઓ બનાવવા, વજન નિયંત્રિત કરવા, ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને વાળ ખરતા અટકાવવા માટે પ્રોટીનની જરૂર છે.

પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્નાયુઓ બનાવવા, વજન નિયંત્રિત કરવા, ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને વાળ ખરતા અટકાવવા માટે પ્રોટીન ખુબ જ જરૂર છે. પરંતુ આપણું શરીર જે રીતે કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીનો સંગ્રહ કરી શકે છે, તે પ્રોટીનને સંગ્રહિત કરી શકતું નથી. એટલા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે દરેક વ્યક્તિએ રોજ કેટલા ગ્રામ પ્રોટીન લેવું જોઈએ અને જો વધારે પ્રોટીન લો છો તો તેનાથી શું થઈ શકે છે ચાલો જાણીએ

દરરોજ પ્રોટીનનું સેવન ન કરવાથી તમારે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ વધારે પડતુ પ્રોટીન તમને નુકસાન પહોચાડી શકે છે.

આથી દરેક વ્યક્તિને તેના વજન પ્રમાણે પ્રોટીનની જરૂર હોય છે. ઉદાહરણ તરીકે, 50 કિગ્રા વ્યક્તિએ દરરોજ 50 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ.જો કે, પ્રોટીનનું સેવન તમારી ઉંમર, શરીરનું વજન, શારીરિક તંદુરસ્તી અને પ્રવૃત્તિના સ્તર પર પણ આધાર રાખે છે. આથી એકવાર તમારા ડોક્ટરની સલાહ જરુર લેવી

ઘણા લોકો જલદી વજન ઉતારવા દિવસ ભર મોટાભાગની હાઈ પ્રોટીન વસ્તુઓ ખાતા હોય છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જરુર કરતા વધારે પ્રોટીનનું આપણા શરીરમાં યોગ્ય રીતે પાચન થતું નથી, તો તે ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.

જો પ્રોટીન યોગ્ય રીતે પચતું નથી, તો વ્યક્તિને કબજિયાત, અપચો, પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો કે પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી વજન વધે છે.

કેટલાક અહેવાલો અનુસાર, જે લોકો ઉચ્ચ પ્રોટીન આહાર લે છે તેમને કિડનીમાં પથરીનું જોખમ વધારે હોય છે. આનું કારણ એ છે કે વધારાનું પ્રોટીન વધુ સેચ્યુરેટેડ ફેટ બની જાય છે જે કુદરતી ડિટોક્સિફિકેશનની પ્રક્રિયાને અટકાવે છે.

આપણું શરીર પરસેવા અને પેશાબ દ્વારા વધુ પડતું નાઈટ્રોજન બહાર કાઢે છે, જેના કારણે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે. રિસર્ચ મુજબ, જે લોકો વધુ પ્રોટીન લે છે તેઓનું હાઇડ્રેશન લેવલ ખૂબ જ ઓછું હોય છે.
