Travel Tips: IRCTC દ્વારા કરો સિંગાપોર અને મલેશિયાની ટુર, જાણો કેટલા રૂપિયાનો થશે ખર્ચ
વિશ્વભરના પ્રવાસીઓ માટે સિંગાપોર અને મલેશિયા ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે. દર વર્ષે ભારતમાંથી લાખો લોકો ફરવા જાય છે. IRCTC વિદેશ ફરવા જવા માંગતા લોકો માટે જુદા-જુદા ટુર પેકેજ જાહેર કરે છે. ચાલો જાણીએ કે સિંગાપોર-મલેશિયાના ટૂર પેકેજ માટે કેટલો ખર્ચ થશે અને કઈ સુવિધાઓ આપવામાં આવશે.

પેકેજની શરૂઆત દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી થશે. આ પેકેજનું નામ Enchanting Singapore and Malaysia છે. આ એક ફ્લાઈટ પેકેજ છે. મુસાફરી દરમિયાન લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે.

IRCTC નું આ પેકેજ 20 નવેમ્બર, 2023 અને 4 ડિસેમ્બર, 2023 એમ બે તારીખના રોજ શરૂ થશે. આ પેકેજ 7 દિવસ અને 6 રાત્રિનું રહેશે. આ પેકેજમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો સમાવેશ થાય છે. મલેશિયાના કુઆલાલંપુરમાં બાટુ ગુફા, પુત્રજયા સિટી ટૂર અને કુઆલાલંપુર સિટી ટૂર કરવા મળશે.

સિંગાપોરમાં તમને મર્લિઅન પાર્ક, સિંગાપોર ફ્લાયર, સેન્ટોસા આઇલેન્ડ જેવી ઘણી જગ્યાઓ પર જવાનો મોકો મળશે. પેકેજમાં લોકોને 3 સ્ટાર હોટલમાં રહેવાની સુવિધા મળશે. પેકેજ વિશે વધુ માહિતી માટે તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

જો તમે એકલા મુસાફરી કરો છો, તો તમારે 1,63,700 રૂપિયા ચૂકવવા પડશે. બે લોકો માટે વ્યક્તિ દીઠ 1,34,950 રૂપિયા ચૂકવવા પડશે અને ત્રણ લોકો માટે 1,18,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાના રહેશે.